દીપિકા પદુકોણ અને પ્રભાસની ફિલ્મ 'કલ્કિ, ૨૮૯૮ એડી'ના બીજા ભાગનું ૩૫ ટકા શૂટિંગ પૂર્ણ થઈ ચૂક્યું છે. હવે નવું શિડયૂલ આગામી ફેબુ્રઆરી કે માર્ચથી શરુ થવાનું છે. આ ફિલ્મની નિર્માતા સ્વપ્ના દત્ત તથા પ્રિયંકા દત્તે ગોવામાં ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ દરમિયાન 'કલ્કિ'ની સીકવલની પ્રગતિની માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે દીપિકા જે સમયે પ્રેગનન્ટ હતી તે જ વખતે તેણે 'કલ્કિ'ના પહેલા ભાગમાં માતા તરીકેનાં દ્રશ્યોનું શૂટિંગ કર્યું હતું. હવે દીપિકા મેટરનિટી લીવ પછી સૌથી પહેલું શૂટિંગ પણ આ જ ફિલ્મના બીજા ભાગ માટે કરવાની છે. બીજા ભાગમાં પણ દીપિકા એક માતા તરીકે દેખાવાની છે.
ફિલ્મની નિર્માતા સ્વપ્ના દત્ત તથા પ્રિયંકા દત્તે જણાવ્યું હતું કે ફિલ્મના એક હિસ્સાનું શૂટિંગ થઈ ચૂક્યું છે. બાકીના હિસ્સા માટે હજુ પ્રિ પ્રોડક્શન વર્ક ચાલી રહ્યું છે.
પહેલા ભાગની જેમ બીજા ભાગને પણ વિશ્વ સ્તરે બહુ ભવ્ય રીતે રીલિઝ કરાશે. બીજા ભાગમાં કમલ હાસન મુખ્ય વિલનની ભૂમિકામાં હશે. જ્યારે દિશા પટાણી પણ મહત્વની ભૂમિકામાં દેખાશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationવિદેશી દા ભરેલી કાર સાથે કુંભારવાડાનો શખ્સ ઝડપાયો
June 11, 2025 02:52 PMકુંભારવાડા રેલ્વે ફાટક નજીક ગાડી અડફેટે વૃદ્ધને ગંભીર ઇજા
June 11, 2025 02:51 PMવિદેશી દાની ૨૯ બોટલ સાથે પાદરી ગામનો શખ્સ ઝડપાયો
June 11, 2025 02:49 PMઓપરેશન સિંદુરે વિશ્ર્વને ભારતના સામર્થ્યની પ્રતીતિ કરાવી છે : નીમુબેન
June 11, 2025 02:48 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech