ઓમાનના દરિયાકાંઠે ઓઇલ ટેન્કર પલટી જવાથી ગુમ થયેલા 16 ક્રૂ મેમ્બરમાંથી નવને બચાવી લેવામાં આવ્યા છે. બચાવાયેલા 9 લોકોમાંથી 8 ભારતીય અને એક શ્રીલંકાના નાગરિક છે. આફ્રિકન દેશ કોમોરોસનો ધ્વજ લહેરાવતું ઓઈલ ટેન્કર ઓમાનના દરિયાકાંઠે ડૂબી જતાં ગુમ થઈ ગયું હતું. ઓમાનના મેરીટાઇમ સેફ્ટી સેન્ટરે સોમવારે 'X' પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે ટેન્કર દુકમ શહેરમાં રાસ મદ્રાકાહથી 25 નોટિકલ માઇલ દક્ષિણ-પૂર્વમાં ડૂબી ગયું હતું અને સંબંધિત અધિકારીઓ સાથે સંકલન કરીને શોધ અને બચાવ કામગીરી શરૂ કરવામાં આવી છે. મેરીટાઇમ સિક્યોરિટી સેન્ટરે મંગળવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે 'પ્રેસ્ટિજ ફાલ્કન' જહાજના ક્રૂમાં 13 ભારતીય અને ત્રણ શ્રીલંકાના નાગરિકો સામેલ છે.
દુકમપોર્ટ ઓમાનના દક્ષિણ-પશ્ચિમ કિનારે આવેલું છે, જે ઓમાનના મોટા તેલ અને ગેસ ખાણકામ પ્રોજેક્ટ્સની નજીક છે. જેમાં એક મોટી તેલ રિફાઇનરીનો સમાવેશ થાય છે, જે દુકમના વિશાળ ઔદ્યોગિક ઝોનનો ભાગ છે. આ ઓમાનનો સૌથી મોટો એકલ આર્થિક પ્રોજેક્ટ છે.
આ જહાજ દુબઈના હમરિયા પોર્ટથી રવાના થયું હતું અને યમનના બંદર શહેર એડન તરફ જઈ રહ્યું હતું. ડુકમ પોર્ટ ઓમાનના મુખ્ય તેલ અને ગેસ ખાણકામ પ્રોજેક્ટ્સ માટેનું મુખ્ય કેન્દ્ર છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઆઠ હજારથી વધુ ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં આજે ફોર્મ ભરવાના અંતિમ દિવસે ભારે ધસારો
June 09, 2025 10:59 AMસલાયામાં બે કોરોના પોઝિટિવ દર્દીઓ પર હેલ્થ વિભાગ દ્વારા સતત મોનીટરીંગ
June 09, 2025 10:59 AMરાજકોટની વસ્તી કેટલી, ૨૦ લાખ કે તેથી વધુ?
June 09, 2025 10:57 AMરબારીકા વાડી વિસ્તારમાં કુવામાં ઝંપલાવી યુવકનો આપઘાત
June 09, 2025 10:57 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech