જામનગરમાં તસ્કર રાજ:
જામનગરના ખોડિયારકોલોની વિસ્તારમાં મયુર કોમ્પલેક્ષ સ્થિત ફર્નિચરની દુકાનમાં ગત રાત્રે ચોરી થઈ છે. આ દુકાનના શટરનું તાળુ તોડી તસ્કરો કાઉન્ટરમાંથી રૂપિયા દોઢેક લાખ ની રકમ ચોરી કરી લઇ ગયા હતા.
જામનગરના ખોડિયાર કોલોની વિસ્તારમાં આવેલા મયુર કોમ્પલેક્ષ સ્થિત ડેકોરા ફર્નિચર નામની દુકાનમાં ગત રાત્રે કોઈ તસ્કરો દુકાનના શટરનું તાળુ તોડી શટર ઉંચકાવી અંદર પ્રવેશ્યા હતા અને કાઉન્ટર નાં ખાના નું લોક તોડી નાખી અંદરથી રૃપિયા દોઢેક લાખ ની રોકડ રકમ નો ચોરી કરી લઇ ગયા હતા. આજે સવારે દુકાન સંચાલક ને ચોરી ની જાણ થતાં તેણે પોલીસને જાણ કરી હતી.આથી પોલીસ ટૂકડી તપાસ માટે દોડી ગઈ હતી. ઉપરાંત એલસીબી ની ટીમે પણ તપાસ શરૂ કરી હતી.
તસ્કરો દુકાનનાં સીસીટીવી કેમેરામાં કેદ થયા છે. આથી પોલીસે તેના ફૂટેજ મેળવી તપાસ શરૂ કરી છે. અત્રે એ ઉલ્લેખનીય છે કે બે દિવસ પહેલાં પણ ખોડીયાર કોલોની માંજ બે દુકાન મા ચોરી થવા પામી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઆજથી શરૂ થતા શાળા સત્રમાં ખંભાળિયાના વિદ્યાર્થીઓ પણ હોંશભેર શાળાએ પહોંચ્યા
June 09, 2025 11:04 AMજેતપુરના એકમાત્ર બગીચામાં ઝૂલા પરથી પટકાતા તરૂણનું મૃત્યુ
June 09, 2025 11:03 AMઆઠ હજારથી વધુ ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં આજે ફોર્મ ભરવાના અંતિમ દિવસે ભારે ધસારો
June 09, 2025 10:59 AMસલાયામાં બે કોરોના પોઝિટિવ દર્દીઓ પર હેલ્થ વિભાગ દ્વારા સતત મોનીટરીંગ
June 09, 2025 10:59 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech