રાજકોટના કોઠારિયા રોડ પર ખોડિયાર કારખાનમાંથી 60 લાખથી વધુની ચોરી થઈ હતી. આ કેસમાં ક્રાઈમ બ્રાન્ચે એક શખ્સને ઝડપી પાડ્યો છે. આ શખ્સ પાસેથી 60 લાખથી વધુના હીરા સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પકડાયેલા આરોપીનું નામ અજય જગદીશભાઈ નાયકા છે. ક્રાઈમ બ્રાન્ચે સીસીટીવીના આધારે તપાસ કરી હતી. આ અંગે મળેલી હકિકતના આધારે પોલીસે આરોપીને સુરત ખાતેથી ઝડપી પાડ્યો છે.
શું હતો ચોરીનો કેસ
11 એપ્રિલના રોજ કારખાનાના માલિક વિપુલભાઈ વીરજીભાઈ ગોંડલિયા દેવપરા જૂની શાક માર્કેટ પાસે વિવેકાનંદનગર શેરી નં. 2માં રહે છે. તેણે પોલીસને જણાવ્યું કે, ભાડાના શેડમાં ઉપરના માળે છેલ્લા બે મહિનાથી ખોડિયાર ડાયમંડ નામે હીરાનું કારખાનું શરૂ કર્યું હતું. જેમાં તે જોબવર્ક કરે છે. સવારનાં ૭ વાગ્યાથી રાત્રિના ૮ વાગ્યા સુધી કામ ચાલે છે. કારખાનામાં ૪૪ કારીગરો પાલીસ માટે રાખ્યા છે. તમામ કારીગરો ગુજરાતી છે. પાર્સલમાં આવતા હીરા કાચા હોય છે. જેને પોલીસ કરી દરરોજ સાંજે ફરીથી સુરત મોકલવાના હોય છે. આ માટે આંગડીયા પેઢીનો માણસ સાંજના ૭.૩૦ વાગ્યાની આસપાસ કારખાને આવી, હીરાનું પાર્સલ લઇ જાય છે.
જે હીરા તૈયાર કરી સુરત મોકલે તેમાં ઘસવામાં નાનો-મોટો ફોલ્ટ રહી જાય તો તે હીરા ફરી રિપેર કરી પરત મોકલવાના હોય છે. કારખાનામાં જે હીરા આવે અને જે મોકલે તેનું કાચુ લખાણ તે એક બૂકમાં રાખે છે.
સવારે 7 વાગ્યે કારખાનું ખોલ્યું હતું. કારીગરો સમયસર આવી ગયા હતા. નિત્યક્રમ મુજબ સુરતથી ચંદુભાઈ ડુંગરાણીની સીવી ઇમ્પેક્સ નામની પેઢી છે ત્યાંથી આંગડિયામાં કાચા હીરા આવ્યા હતાં. જે આંગડિયા પેઢીનો માણસ દેવા આવ્યો હતો. તે સાથે જ ૧૫ ઘંટીઓ ઉપર પાલીસનું કામ શરૂ કર્યું હતું. ત્યાર પછી બે મેનેજર અશોક પોપટભાઈ રોકડ, મુકેશ રાવલ અને સુપરવાઇઝર હરેશ ગોંડલિયાએ ઓફિસમાં મશીન ઉપર હીરા ચેક કર્યા હતાં.
આ પછી પાર્સલ તૈયાર કર્યું હતું. જે સાંજે 7.30 વાગ્યે આંગડિયા પેઢીનો માણસ આવીને લઈ ગયો હતો. આજે સવારે 7 વાગ્યે કારખાને આવી નીચેનું તાળું ખોલી, ઉપર જતાં ઓફિસના સેકશનનો દરવાજો તૂટેલો જોવા મળ્યો હતો. દરવાજો ખોલી અંદર જતાં અઢી ફૂટની લોખંડની તિજોરીમાં ચાવી ભરાવવાની જગ્યામાં લોખંડના ડ્રીલથી હોલ પાડેલો જોવા મળ્યો હતો. જેના પરથી ચોરી થયાનું સ્પષ્ટ થઇ ગયું હતું. ગણતરી કરતાં તૈયાર અને કાચા મળી 130.55 કેરેટનાં કુલ 11,655 હીરા ગાયબ હતાં. જેથી ભક્તિનગર પોલીસને જાણ કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: દૈનિક કેસ 185 નોંધાયા, એક્ટિવ કેસ 1000ની નજીક પહોંચ્યા
June 08, 2025 08:08 PMગુજરાતમાં અકસ્માતોનો કાળો દિવસ: ત્રણ જુદા જુદા અકસ્માતમાં 6ના મોત
June 08, 2025 07:55 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech