ખંભાળિયાની બેંકમાં ધરતીપુત્રની રૂા. એક લાખની રકમ સેરવી જતો ગઠીયો

  • June 11, 2025 11:02 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પાક ધિરાણની રકમ ભરેલી થેલીમાં ચીરો મારી કળા કરી ગયોઃ સીસી ફૂટેજની તપાસણી

ખંભાળિયાના મેઈન બજાર વિસ્તારમાં આવેલી સેન્ટ્રલ બેન્કમાં ખેડૂત દ્વારા પાક ધિરાણના મેળવેલા રૂપિયા એક લાખની રકમ કોઈ ગઠિયાઓ થેલીમાંથી ચોરી જતા આ અંગે પોલીસમાં ગુનો નોંધાયો છે. 

આ પ્રકરણની વિગત એવી છે કે ખંભાળિયા તાલુકાના વિંજલપર ગામે રહેતા અને ખેત વ્યવસાય સાથે સંકળાયેલા મશરીભાઈ ફોગાભાઈ ડાંગર નામના 48 વર્ષના ખેડૂત યુવાન મંગળવારે બપોરના સમયે અહીંના દરબારગઢ ખાતે આવેલી સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયામાં ગયા હતા. જ્યાં તેમણે પોતાના એકાઉન્ટમાં ખેતીવાડી પાક ધિરાણ અર્થે મેળવેલા રૂપિયા એક લાખની રોકડ રકમ પોતાની કાપડની થેલીમાં મૂકી રાખી હતી. પરંતુ તેમની ધ્યાન બહાર કોઈ તસ્કર તેની કાપડની થેલીમાં ચીરો મારીને કોઈને જાણ ન થાય તે રીતે ઉપરોક્ત રકમ સેરવી ગયો હોવાનું ખુલવા પામ્યું છે.

આ સમગ્ર ઘટના અંગે ખંભાળિયા પોલીસે અજાણ્યા તસ્કર સામે ગુનો નોંધી, સીસી ટીવી કેમેરા તેમજ અન્ય સોર્સિસની મદદથી આરોપીને ઝડપી લેવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News