સોનગઢ પોલોસે પાલીતાણા ચોકડી પાસેથી શંકાસ્પદ મોબાઈલ ફોન સાથે એક શખ્સને ઝડપી લીધો હતો. શખ્સ પાસેથી ૦૯ મોબાઈલ ફોન મળી આવતા પોલોસે તપાસ હાથ ધરી હતી.
આ અંગે સોનગઢ પોલીસ મથક ખાતેથી મળતી માહિતી અનુસાર સોનગઢ પોલીસ મથકની ટીમ પોતાના પોસ્ટે વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન ખાનગી રહે મળેલી બાતમીના આધારે સોનગઢ પાલીતાણા ચોકડી પાસે એક શખ્સ શંકાસ્પદ રીતે જાણતા પોલીસે શખ્સની તલાસી લેતા તેની પાસે મોબાઈલ ફોન નંગ ૦૯ મળી આવ્યા હતા. જે અંગે સોનગઢ પોલીસે શખ્સ પાસેથી અલગ-અલગ કંપનીના શંકાસ્પદ મોબાઇલ નંગ ૦૯ કિં.રૂ.૮૩,૦૦૦/- ના મુદ્દામાલ સાથે મહેશભાઇ જીતુભાઇ વાઘેલા (ઉ.વ.૨૨, ધંધો-મજુરી,રહે.આબંલા ગામ ટીટોડીયા ઢોરે, દે.પુ વાસ, તા.શિહોર)ને ઝડપી લઇ શંકાસ્પદ મોબાઇલ ફોન કબજે કરી સી.આર.પી.સી. કલમ-૧૦૨ મુજબ કબજે કરી શખ્સની સી.આર.પી.સી. કલમ-૪૧(૧)(ડી) મુજબ અટક કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: દૈનિક કેસ 185 નોંધાયા, એક્ટિવ કેસ 1000ની નજીક પહોંચ્યા
June 08, 2025 08:08 PMગુજરાતમાં અકસ્માતોનો કાળો દિવસ: ત્રણ જુદા જુદા અકસ્માતમાં 6ના મોત
June 08, 2025 07:55 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech