પ્રજ્ઞાચક્ષુ મતદારો પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે પણ ચૂંટણી પંચ દ્વારા વિશેષ વ્યવસ્થાઓ કરવામાં આવે છે. જૂનાગઢ જિલ્લ ાના પાંચ વિધાનસભા મતવિસ્તારમાં કુલ ૧૭૪૨ જેટલા દ્રષ્ટિહિન મતદારો નોંધાયેલા છે, આ મતદારોને ઘરે બેઠા મતદાન કરવાની સુવિધા આપવામાં આવશે. સાથે જ આ દ્રષ્ટિહિન મતદાતા મતદાન મથક પર જઈ પણ મત આપી શકશે. આ માટે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર અનિલકુમાર રાણાવસિયા દિવ્યાંગ સહિતના મતદારો સરળતાથી મતદાન કરી શકે તે માટે જરૂરી દિશાનિર્દેશ આપવાની સાથે સમીક્ષા પણ કરી રહ્યા છે.
બ્રેઈલના જાણકાર હોય તેવા દ્રષ્ટિહિન મતદાર સાથીદારની સહાય વિના મત આપી શકે તે માટે બેલેટ યુનિટ પર દરેક ઉમેદવારના નામ સામેના કેન્ડિડેટ બટન (વાદળી બટન)ની જમણી બાજુએ બ્રેઈલમાં નંબર દર્શાવવામાં આવે છે, આ સુવિધાનો દ્રષ્ટિહિન મતદાર ઉપયોગ કરી શકે તે માટે બ્રેઈલમાં ડમી બેલેટ પેપર તૈયાર કરવામાં આવે છે, જેમાં ઉમેદવારનો ક્રમાંક, ઉમેદવારનું નામ અને પક્ષનું નામ બ્રેઈલમાં છાપવામાં આવે છે. જેની મદદથી દ્રષ્ટિહિન મતદાર પોતાના પસંદગીના ઉમેદવારનો ક્રમાંક જાણી બેલેટ યુનિટ પર બ્રેઈલમાં દર્શાવેલ ઉમેદવારના ક્રમાંક પરથી પોતાના પસંદગીના ઉમેદવારના ક્રમાંકને આધારે મત આપી શકે છે. આમ, બ્રેઈલના જાણકાર હોય તેવા દ્રષ્ટિહિન મતદાર મતદાનની ગુપ્તતા ભંગ થયા વગર મત આપી શકશે.આ માટે મતદાન મથકના ૧૧૦ ટકા લેખે બ્રેઈલ ડમી બેલેટ પેપર તૈયાર કરવામાં આવે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપોરબંદરમાં મહિલા પતંજલિ યોગ સમિતિની યોજાઇ બેઠક
June 09, 2025 02:54 PMરબારી સમાજના પીઢ આગેવાનને શ્રધ્ધાસુમન થયા અર્પણ
June 09, 2025 02:53 PMબરડા જંગલને બચાવવા દબાણ દુર કરવા ખુબ જરી
June 09, 2025 02:52 PMનવીખડપીઠ પાસે ઝુંડાળા વિસ્તારમાં કચરાપેટી ઉઠાવી લેવાતા ફેલાઇ ગંદકી
June 09, 2025 02:51 PMપોરબંદર મહાનગરપાલિકાએ છાયાવાસીઓને ડુબાડવા માટે આયોજન ઘડી કાઢતા આક્રોશ!
June 09, 2025 02:50 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech