શહેરના મવડી વિસ્તારમાં પર મટુકી રેસ્ટોરન્ટ પાછળ રહેતા અને ઘર પાસે જ હિરેન સેલ્સ નામની પેઢી ધરાવનાર સિમેન્ટના વેપારીને તેના રિટેલ વેપારી અને માણસે મારમાર્યેા હતો વેપારીના પત્ની વચ્ચે પડતા તેમને પણ ધક્કો મારી દીધો હતો. હવે સિમેન્ટ નહીં મોકલો તો જાનથી મારી નાખીશ સળગાવી દઈશ એવી ધમકી પણ આપી હતી. અગાઉનું પિયા ૩૫ લાખનું પેમેન્ટ બાકી હોય જેથી સિમેન્ટ ન મોકલાવતા ઉશ્કેરાઈ આ હત્પમલો કર્યેા હતો.
બનાવની જાણવા મળતી વિગતો મુજબ શહેરના મટુકી રેસ્ટોરન્ટ પાછળ ક્રિષ્ના સ્કવેર ફોરની સામે મવડી વિસ્તારમાં રહેતા જીતેન્દ્રભાઈ પોપટભાઈ લીલા(ઉ.વ ૫૦) દ્રારા તાલુકા પોલીસ મથકમાં નોંધાવવામાં આવેલી ફરિયાદમાં આરોપી તરીકે ૮૦ ફુટ રોડ પર મટુકી રેસ્ટોરન્ટ પાછળ શિવ ટ્રેડર્સ નામની પેઢી ધરાવનાર પ્રિતેશ બુશા અને તેના માણસ હાર્દિક ના નામ આપ્યા છે.
વેપારીએ પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેઓ અહીં પરિવાર સાથે રહે છે અને ઘર પાસે જ હિરેન સેલ્સ નામની દુકાન ધરાવે છે અને ત્યાં તે તથા તેમનો પુત્ર હિરન બેસી વહીવટ કરે છે. તેમના ઘર સામે જ આરોપી પ્રિતેશ બુશાની શિવ ટ્રેડર્સ નામની દુકાન આવેલી છે જેઓ સિમેન્ટનું રિટેલમાં વેચાણ કરે છે યારે ફરિયાદી હોલસેલના વેપારી હોય આરોપી તેમની પાસેથી સિમેન્ટ લઈ જતો હતો.
દરમિયાન ગત તારીખ ૧૦૧ ના બપોરના સમયે પ્રિતેશ બુશા અને તેનો માણસ હાર્દિક બંને અહીં આવ્યા હતા અને કહેવા લાગ્યા હતા કે, ત્રણ દિવસથી સિમેન્ટ મંગાવવા છતાં કેમ મોકલાવતા નથી જેથી ફરિયાદીએ કહ્યું હતું કે, અગાઉનું બાકી રહેલ અલગ–અલગ પેઢીનું અંદાજિત પિયા ૩૫ લાખનું પેમેન્ટ આપો પછી અમે તમને સિમેન્ટ આપશું. આ સાંભળી પ્રિતેશ ઉશ્કેરાયો હતો અને ગાળો બોલવા લાગ્યો હતો ગાળો બોલવાની ના કહેતા તે વેપારીનો કોલર પકડી થપ્પડ મારી દીધી હતી અને ઢીકાપાટુનો માર મારવા લાગ્યો હતો.
દરમિયાન વેપારીના પત્ની છોડાવવા વચ્ચે પડતા તેમને પણ ધક્કો મારી દીધો હતો તેમજ તેના માણસ હાર્દિકે દરવાજા પાસે ઉભા રહી હવે સિમેન્ટ નહીં આપો તો જાનથી મારી નાખીશું સળગાવી દઈશું તેવી ધમકી આપી હતી. જેથી આ અંગે વેપારીએ ફરિયાદ નોંધાવતા પોલીસે બંને આરોપીઓ સામે ગુનો નોંધી જરી કાર્યવાહી કરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામજોધપુર-લાલપુરના ‘આપ’ના ધારાસભ્ય હેમંત ખવાએ લોકોના પ્રશ્ર્ને કરી મુખ્યમંત્રીને રજુઆત
June 09, 2025 12:59 PMઆજે દ્વારકામાં અખંડ રામધૂનનો ૨૧ હજારમાં દિવસમાં મંગલ પ્રવેશ
June 09, 2025 12:58 PMઅમેરિકામાં ખાદ્ય પદાર્થોમાં ખતરનાક બેક્ટેરિયાનું સંક્રમણ, ઈંડા ખાધા પછી 80થી વધુ બીમાર
June 09, 2025 12:57 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech