નાનામવા રોડ પર મેઘમાયાનગરમાં ઘરમાં માતાજીનો મઢ બનાવી, દોરા–ધાગા, જોવાના ધતિંગ કરતી ભુઈ ચકુમા ઉર્ફે નીતાબેન દિનેશભાઈ ભોજાણીનો ભારત જન વિજ્ઞાન જાથાની ટીમે માલવીયાનગર પોલીસ સ્ટેશનની મદદથી સફળ પર્દાફાશ કર્યેા હતો.આ સમયે પાડોશી મહિલા જોતી ઘરની બહાર જોતા ભુઈએ પાડોશીને ધમકી આપી હતી.જેથી આ અંગે પોલીસ ફરિયાદ નોંધાવી છે.
બનાવની જાણવા મળતી વિગતો મુજબ, મેઘમાયાનગરમાં રહેતા ભાવનાબેન જેનિષભાઈ ભોજાણી(ઉ.૩૪) દ્રારા માલવીયાનગર પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવેલી ફરિયાદમાં નીતાબેન દિનેશભાઈ ભોજાણી અને તેમના પુત્ર ઉમંગનું નામ આપ્યું છે.ભાવનાબેને જણાવ્યું હતું કે,તેઓના પતિનું દોઢ વર્ષ પહેલાં અવસાન થયું હતું.તેમને બે સંતાન છે.
ગઈ તા.૯ના રોજ વિજ્ઞાન જાથાની ટીમ નીતાબેનના ઘરે પહોંચી ગઈ હતી અને તે વખતે પોતે ઘરની બહાર નીકળતા નીતાબેને માથાકૂટ કરી હતી અને કહેવા લાગી કે, તું અહીંથી જતી રહે નહીં તો તને જાનથી મારી નાખીશ.થોડીવારમાં તેનો પુત્ર પણ ત્યાં આવી પહોંચ્યો હતો અને ઝઘડો કર્યેા હતો.આ મામલે માલવીયાનગર પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech