શહેરના ગાયત્રીનગર વિસ્તારમાં રહેતા એક યુવાને તેની પાસે બે શખ્સ પઠાણી ઉઘરાણી કરતા હોય તેમજ તેના બે મકાનના ન દસ્તાવેજ લઇ જતા ગભરાઈ ગયેલા યુવાને શખ્સોના અસહ્ય ત્રાસથી કંટાળી આજે ઝેરી દવા પી લેતા તેને સારવાર માટે સર ટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
આ બનાવ અંગે ભરતનગર પોલીસે ધ તપાસ હાથ ધરી છે. ઝેરી દવા પી લેનાર મીત સુરેશભાઈ સોલંકી નામના યુવાનને સારવાર માટે હોસ્પિટલમાં લાવવામાં આવતાં તેણે હોસ્પિટલ ખાતે કરેલા આક્ષેપમાં જણાવ્યું હતું કે, તે અગાઉ એક મહીલાને ત્યાં નોકરી કરતો હતો અને તે સમયે તે મહિલાને પૈસાની જરૂરીયાત ઉભી થતાં તેણે રૂા.૫ લાખ વ્યાજે
લીધા હતા અને તે વ્યવહારમાં મારે કોઈ લેવાદેવા ન હોવા છતાં મને વચ્ચે રાખવામાં આવ્યો હતો. આ મહીલા પાસેથી પૈસા લેવાના નિકળતા હોવા છતાં જયપાલસિંહ અને ચેતન નામના બે શખ્સ છેલ્લા બે વર્ષથી તેને પરેશાન કરી રહ્યાં છે. તેણે જે મકાન ખરીદુ છે તે પેટા તેણે રૂા.૭ લાખ આપેલા છે તેમ છતાં આ બન્ને શખ્સ તેના બે મકાનના દસ્તાવેજ લઈ ગયા છે અને મકાન પણ નામે કરી આપતાં નથી. આ બન્ને શખ્સ પઠાણી ઉઘરાણી કરી જાનથી મારી નાંખવાની ધમકી આપતાં હોય તેણે કંટાળીને ઝેરી દવા પી લીધી છે. ભરતનગર પોલીસે આ બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: દૈનિક કેસ 185 નોંધાયા, એક્ટિવ કેસ 1000ની નજીક પહોંચ્યા
June 08, 2025 08:08 PMગુજરાતમાં અકસ્માતોનો કાળો દિવસ: ત્રણ જુદા જુદા અકસ્માતમાં 6ના મોત
June 08, 2025 07:55 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech