ભાવનગર-સોમનાથ રાષ્ટ્રીય ધોરી માર્ગ પર તળાજાના પસવી ગામ નજીક કોઈ અજાણ્યા વાહનના ચાલકે બાઈકને અડફેટે લેતા બાઈક સવાર યુવાનને ગંભીર ઇજાઓ થતા તેને પ્રથમ તળાજા અને ત્યાંથી વધુ સારવાર માટે ભાવનગર ખસેડાયો હતો.
ઉપલબ્ધ પ્રાથમિક વિગતો મુજબ ભાવનગર-સોમનાથ રાષ્ટ્રીય ધોરી માર્ગ પર તળાજા તાલુકાના પસવી ગામ
નજીક પૂરપાટ ઝડપે જઈ રહેલા કોઈ અજાણ્યા વાહનના ચાલકે વળાંક પાસે એક બાઈકને ધડાકાભેર અડફેટે લેતા બાઈક સવાર કુલદીપસિંહ હનુભા સરવૈયા(ઉ. વ. ૨૬)ને ગંભીર ઇજાઓ થતા તેને ૧૦૮ મારફત તળાજાની સરકારી હોસ્પિટલમાં ખસેડાતા તેને ગંભીર પ્રકારની ઇજાઓ જણાતા ફરજ પરના તબીબે વધુ સારવારની જરૂર જણાતા તેને ભાવનગર લઈ જવાની સલાહ આપતા કુલદીપસિંહને તાબડતોબ ભાવનગરની સરટી હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ જ્યાં તેની સ્થિતિ સ્થિર હોવાનું જાણવા મળ્યું હતું. અકસ્માતના પગલે લોકોના ટોળાં ઉમટ્યા હતા. આ અંગે પોલીસે ઘટના સ્થળે દોડી જઈ અકસ્માત સર્જી નાસી છૂટેલા અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધી તેની શોધખોળ હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech