સામા પક્ષે પણ નોંધાવાઈ ચાર સામે ફરિયાદ: રાવલ ગામે યુવાન ઉપર હુમલો: ચાર સામે ફરિયાદ
દેવભૂમિ દ્વારકા જિલ્લાના દ્વારકા નજીક ગોરીંજા ગામે રેતી નાખવા બાબતનો ખાર રાખી યુવાન ઉપર છ શખ્સો દ્વારા હુમલો કરવામાં આવ્યો છે, જ્યારે સામા પક્ષે પણ ચાર શખ્સો સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે, તેમજ દ્વારકા તાલુકાના રાવલ ગામે એક યુવાન ઉપર હુમલો કરાયાની ચાર શખ્સો સામે ફરિયાદ નોંધાવાતા પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
દ્વારકાથી આશરે 18 કિલોમીટર દૂર ગોરીંજા ગામની સીમ વિસ્તારમાં ટ્રક મારફતે રેતી નાખવા ગયેલા પોરબંદર તાબેના છાયા વિસ્તારના રહીશ કિશોરભાઈ કારાભાઈ ભૂતિયા નામના 35 વર્ષના મેર યુવાન સાથે રેતી નાખવા બાબતે બોલાચાલી કરી રામભા વાઘેર, નંઢાભા વાઘેર, નવુભા તેમજ અન્ય ત્રણ અજાણ્યા શખ્સો મળી કુલ છ શખ્સોએ એકસંપ કરી, લોખંડના પાઈપ તથા લાકડાના ધોકા વડે હુમલો કરી, ફરિયાદી કિશોરભાઈ તેમજ સાહેદ કેતનભાઈ અને હર્ષને ઇજાઓ કરવા સબબ દ્વારકા પોલીસ મથકમાં તમામ છ શખ્સો સામે જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધાયો છે.
આ પ્રકરણમાં સામા પક્ષે નંઢાભા બાલુભા માણેક નામના 45 વર્ષના યુવાન દ્વારા રેતી ભરવા બાબતે લાકડાના ધોકા વડે હુમલો કરી, ફ્રેક્ચર સહિતની ઈજાઓ પહોંચાડવા સબબ કેતન મેર, કિશોર મેર, તુષાર પાનખાનિયા અને પરબત આહિર નામના ચાર શખ્સો સામે દ્વારકા પોલીસ મથકમાં ધોરણસર ફરિયાદ નોંધાવવામાં આવી છે.
રાવલ ગામે યુવાન ઉપર હુમલો: ચાર સામે ફરિયાદ
કલ્યાણપુર તાલુકાના રાવલ ગામે રહેતા વિજયભાઈ ઘેલાભાઈ બારીયા નામના 32 વર્ષના કોળી યુવાન વર્તુ નદીના કાંઠે પકોડા વિગેરેનો ધંધો કરતા હોય, અહીં નદીના પાણીમાં તણાઈને આવેલા લાકડા (બળતણ) કાઢવા જતા આરોપી ધીરુભાઈ ઘેલાભાઈ જમોડ, વિજય ધીરુભાઈ, નાગાભાઈ ધીરુભાઈ જમોડ અને રમેશ ધીરુભાઈ જમોડ અંગે પોલીસને 112 નંબરમાં જાણ કરતા આ બાબતનો ખાર રાખીને ઉપરોક્ત ચારેય આરોપીઓએ હથિયારો સાથે ફરિયાદી વિજયભાઈ બારીયા પાસે આવીને બેફામ માર મારી, ફ્રેક્ચર સહિતની ઈજાઓ પહોંચાડતા આ બનાવ અંગે તમામ ચાર શખ્સો સામે કલ્યાણપુર પોલીસ મથકમાં જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર પંથકમાં ૪ મહિલા સહિત ૩૯ જુગારીઓ ઝડપાયા
June 09, 2025 01:35 PMગુલાબનગરમાં વિદ્યાર્થી પર પૈસાની લેતી દેતીના મામલે હુમલો
June 09, 2025 01:32 PMકોરોના જેટ ગતિએ વઘ્યો: શનિ-રવિમાં વધુ ૧૪ કેસ
June 09, 2025 01:31 PMકાલાવડમાં યુવાનને માથામાં સાયલેન્સર ફટકાર્યુ
June 09, 2025 01:29 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech