બેડીમાં શેરીમાંથી પુરપાટ ઝડપે નીકળેલા સ્કોર્પિયો ચાલકને વાહન ધીમે ચલાવવાનું કહેતા યુવકનું સ્કોર્પિયોમાં જ અપહરણ કરી પોપટપરામાં લઇ જઈ બેફામ પણે મારમારવા આવતા યુવકને મૂંઢ ઇજા થવાથી સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. બનાવ અંગે પોલીસે યુવકની ફરિયાદ પરથી સ્કોર્પિઓ ચાલક સહીત ત્રણ શખ્સો સામે ગુનો નોંધ્યો છે.
બનાવની પ્રાપ્ત વિગત મુજબ બેડીગામમાં સરકારી સ્કૂલની બાજુમાં રહેતાં વિશાલભાઈ ગોવિંદભાઇ દાળોન્દ્રા (ઉ.વ.૩૬) ગઈકાલે ઘરની નજીકમા આવેલી ચાંમુડા સોસાયટીમા ખુલ્લી જગ્યામાં કાકાનો દિકરો વનરાજભાઈ દાળોન્દ્રા, મિત્ર વિનોદભા ઉકેડીયા સહીત ગામના અન્ય લોકો ટાઇમ પાસ માટે તેર પતી રમતા હતાં. ત્યારે રાત્રીના પોણા એક વાગ્યાની આસપાસ પુરપાટ ઝડપે આવેલી જીજે-૩૬-એએલ-૫૫૧૦ નંબરની સ્કોર્પિયો આવીને ઉભી રહી જતા પોલીસ સમજી બધા ભાગી ગયા હતા ત્યારે વિશાલ ત્યાંજ ઉભો હતો દરમિયાન સ્કોર્પિયોમાંથી પિયુષ અને તેની સાથેના બે અજાણ્યા શખસો ઉતરી યુવક પાસે આવ્યા હતા અને શેરીમા જગ્યા નથી ગાડી પાર્ક કરવી છે તેમ કહેતા યુવકે પીયુષને કહ્યું હતું કે, તમારે ભલે ગાડી પાર્ક કરવી હોય પણ આવી રીતે સ્પીડમા આ નાની સાકડી શેરીમા ન ચલાવાય કોઇને લાગી જાય તો ? આ સાંભળી પીયુષ ઉશ્કેરાયો હતો અને ઝગડો કરી યુવકને બળજબરીથી સ્કોર્પિયોની વચ્ચેની શીટમા બેસાડી સ્પીડમા સ્કોર્પિયો હંકારી મૂકી પોપટપરા પાસેના 53 વારિયા કર્વાટર વિસ્તારમા લઇ જઈ આડેધડ ઢીકાપાટુ અને ધોકા વડે મારમાર્યો હતો. યુવકે દેકારો કરતા ત્રણેય શખસો નાસી ગયા હતા અને યુવકના પરિચિતો આવી જઈ સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો.પોલીસે ત્રણેય શખ્સોને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech