ભાવનગર જિલ્લાના વલ્લભીપુર પંથકમાં રહેતા એક શખ્સે તેની જ પિતરાઈ બહેન સાથે શારિરીક સંબંધ બાંધી, દુષ્કર્મ આચરી તેને ગર્ભવતી બનાવ્યા અંગેની ફરિયાદ યુવતિના ભાઈએ તેના જ પિતરાઈ ભાઇ વિરૂદ્ધ વલ્લભીપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીની શોધખોળ હાથ ધરી હતી. જ્યારે પિતરાઈ ભાઈ થકી ગર્ભવતી બનેલી યુવતિએ દવા પી લેતા તેને સારવાર માટે સરટી હોસ્પિટલમાં ખસેડાઈ હતી. જ્યાં આગળ આજે તેનું ચાલુ સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું.
વલ્લભીપુર પંથકમાં રહેતા એક શખ્સે તેની જ પિતરાઈ બહેન સાથે પ્રેમ સંબંધ રાખ્યો હતો અને બાદમાં અવાર નવાર મળવા બોલાવી બહેનની મરજી વિરૂદ્ધ અવાર-નવાર શારિરીક સંબંધ બાંધી દુષ્કર્મ આચરતો હતો અને કોઈને કહીશ તો મારી નાંખવાની ધમકી પણ આપતો હતો. યુવતિ સાથે અવાર-નવાર શરીર સંબંધ બાંધવાથી યુવતીને અચાનક પેટમાં દુ:ખાવો ઉપડતાં તેને હોસ્પિટલ માં ખસેડવામાં બીબી પરિક્ષણમાં યુવતિને છથી સાત માસનો ગર્ભહોવાનું જણાતા યુવતીએ તમામ હકીકત પરિવારના સભ્યોને કહીં હતી.
દરમ્યાન આ ઘટનાથી યુવતિએ ગત તા. ૧૯-૦૫ના રોજ કોઈ દવા પી લેતા તેને ગંભીર હાલતે સરટી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં આગળ આજે સવારે યુવતિનું ચાલુ સારવાર દરમ્યાન મોત નીપજતા તેના પરિવારમાં ભારે શોક છવાયો હતો. જ્યારે હોસ્પિટલ પોલીસે યુવતિના મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડી વલ્લભીપુર પોલીસને જાણ કરવા સહિતની કાર્યવાહી હાથ ધરી હતી. ઉલ્લેખનીય છે કે યુવતિના સગા ભાઈએ તેના જ પિતરાઈ ભાઈ વિરૂદ્ધ વલ્લભીપુર પોલીસ મથકમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech