પોરબંદરના ખાપટ વિસ્તારમાં પચાસ જેટલા પુરપીડિતોને સશસ્ત્ર સીમાબલના જવાનોએ બચાવ્યા હતા.
ચીફ ફાયર ઓફિસર દ્વારા તથા રવિપાર્ક સોસાયટીના લોકલ બચુભાઇ કેશુભાઇ અમારી પાસે એકવા મરીન ટ્રેનિંગ ઇન્સ્ટીટયુટ એસ.એસ.બી. પોરબંદરમાં તાત્કાલિક જાણ કરી ગાયત્રી મંદિરની સામે ખાપટ ગામને ચારો તરફથી પાણીએ ઘેરી લીધુ છે મકાનમાં પાણી ઘુસી ગયેલ છે. જેથી લોકો મકાનના ઉપર ચડી ગયા હતા. પોતાનો બચાવ કરવા અને અમારા સશસ્ત્ર સીમાબલ (આસીસ્ટન્ટ કમાન્ડર) સોઢા ખીમજી કાનજીને જાણ કરી મદદની જર છે. તુરંત (આસીસ્ટન્ટ કમાન્ડર) દ્વારા આર.ટી. સી. અલવર હેડકવાર્ટરમાં રાજસ્થાનમં પોતાના સિનીયર અધિકારી વંદન સકસેના (ડી.આઇ.જી.)ને ફોન દ્વારા જાણ કરવામાં આવી અને તુરંત આસીસ્ટન્ટ કમાન્ડર સોઢા ખીમજી કાનજી તથા તેમની ટીમના વડા ઇન્સપેકટર બી.સી. ઝાલા, હવાલદાર તરુણ રાના, હવાલદાર ઘોસ, હવાલદાર અમૃતભાઇ અને સિપાઇ કિરણ સોલંકી તથા અન્ય ૧૦ જવાન ખાપટ ગામમાં પહોંચીને બચાવ રાહતકાર્યમાં નો સામાન તથા બોટ લઇને પહોંચી ગયા. તુરંત લોકલ પોલીસના અધિકારી ચાવડા આવેલ તથા ચીફ ફાયર અધિકારીની ટીમ, એસ.ડી.આર.એફ. સર્વ ટીમ પહોંચી ગઇ. ખાપટ ગામના ૫૦ માણસોને બચાવ કરવામાં આવ્યા જેમાં પુષો, મહિલાઓ અને બાળકોને લઇને ૫૦ માણસોનો બચાવ કરવામાં આવ્યો અને બધાને ગામની સામે નગરપાલિકાના પ્રમુખ ચેતનાબેન તિવારી દ્વારા ગામવાસીઓને ગાયત્રી મંદિરમાં રહેવા તથા સુવા, જમવાની વ્યવસ્થા કરવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામજોધપુર-લાલપુરના ‘આપ’ના ધારાસભ્ય હેમંત ખવાએ લોકોના પ્રશ્ર્ને કરી મુખ્યમંત્રીને રજુઆત
June 09, 2025 12:59 PMઆજે દ્વારકામાં અખંડ રામધૂનનો ૨૧ હજારમાં દિવસમાં મંગલ પ્રવેશ
June 09, 2025 12:58 PMઅમેરિકામાં ખાદ્ય પદાર્થોમાં ખતરનાક બેક્ટેરિયાનું સંક્રમણ, ઈંડા ખાધા પછી 80થી વધુ બીમાર
June 09, 2025 12:57 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech