એડલ્ટ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાંથી ફરી એક ખરાબ સમાચાર સામે આવ્યા છે. એક લોકપ્રિય એડલ્ટ સ્ટારનું અવસાન થયું છે. સોફિયા ગયા અઠવાડિયે સોશિયલ મીડિયા પર એક્ટિવ જોવા મળી હતી. તેના અચાનક જવાથી તેના ચાહકો પણ આઘાતમાં છે. સોફિયા તેના એપાર્ટમેન્ટમાં મૃત હાલતમાં મળી આવી હતી. તેના સાવકા પિતાએ તેના મૃત્યુની પુષ્ટિ કરી છે.
સોફિયાના મૃત્યુથી પરિવાર અને મિત્રો આઘાતમાં
સોફિયાના સાવકા પિતાએ ફંડિંગ પેજ પર તેના મૃત્યુની પુષ્ટિ કરતા કહ્યું, તેની માતા અને પરિવાર વતી હું ભારે હૃદય સાથે અમારી પ્રિય સોફિયાના નિધનના સમાચાર શેર કરું છું. સોફિયાના આકસ્મિક મૃત્યુથી તેના પરિવાર અને મિત્રોને આઘાત લાગ્યો છે. જણાવવામાં આવી રહ્યું છે કે જ્યારે સોફિયાના પરિવારજનોએ ફોન પર તેનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો ત્યારે કથિત રીતે કોઈ જવાબ મળ્યો ન હતો.
સોફિયા બેભાન અવસ્થામાં મળી આવી હતી
સોફિયાના સાવકા પિતા માઈક રોમેરોએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, સોફિયા 1 માર્ચ, 2024ના રોજ તેના પરિવાર દ્વારા તેના એપાર્ટમેન્ટમાં બેભાન અવસ્થામાં મળી આવી હતી. મૃત્યુનું કારણ સ્થાનિક પોલીસ દ્વારા તપાસ હેઠળ છે. તેણીને મુસાફરી કરવી પસંદ હતી અને તે હંમેશા પ્રકૃતિથી ઘેરાયેલી હતી. તેણી તેની આસપાસના દરેકને ખુશ રાખવાના રસ્તાઓ શોધતી હતી. સોશિયલ મીડિયા પર પણ સોફિયાના ચાહકો તેના આકસ્મિક નિધનથી દુઃખી છે અને તેના મૃત્યુ પર શોક વ્યક્ત કરી રહ્યા છે.
3 મહિનાની અંદર 4 એડલ્ટ એક્ટ્રેસના મોત
સોફિયાના મોત બાદ સોશિયલ મીડિયા પર ચર્ચા છેડાઈ છે. છેલ્લા 3 મહિનામાં આ ત્રીજો કિસ્સો છે, જ્યારે કોઈ એડલ્ટ સ્ટારે દુનિયા છોડી દીધી છે. આ વર્ષે જાન્યુઆરીમાં પેરુની પોર્ન સ્ટાર થેના ફિલ્ડ્સ પણ તેના ઘરમાં મૃત હાલતમાં મળી આવી હતી. કાગની લીએ માત્ર 36 વર્ષની વયે આત્મહત્યા કરીને દુનિયાને અલવિદા કહી દીધું. જાન્યુઆરીમાં જેસી ઝેન તેના બોયફ્રેન્ડ બ્રેટ હેસનમુલર સાથે ઓક્લાહોમામાં મૃત હાલતમાં મળી આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech