લોકશાહીના સૌથી મોટા પર્વ ચૂંટણીમાં વધુને વધુ મતદાન થાય તે માટે ચૂંટણી પંચ પ્રયાસો કરી રહ્યું છે. ત્યારે ઘેલા સોમનાથ મંદિર ખાતે નવતર પ્રયાસ કરવામાં આવ્યો છે. જેમાં રોપા વિતરણની સાથે સાથે મતદાનની પણ અપીલ કરવામાં આવી છે.
લોકશાહીના સૌથી મોટા પર્વ ચૂંટણીમાં વધુને વધુ મતદાન થાય તે માટે ચૂંટણી પંચ પ્રયાસો કરી રહ્યું છે. આગામી સમયમાં લોકસભાની ચૂંટણી - ૨૦૨૪નો સૌથી મોટો અવસર આવી રહ્યો છે. આગામી તારીખ ૭ મેના રોજ ગુજરાતની તમામ ૨૬ લોકસભા સીટો પર મતદાન થશે. ગત ચૂંટણી કરતા આ વખતે મતદાનની ટકાવારી વધે તેવા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. ત્યારે ૭૨ – વિભાનસભા જસદણ મત વિસ્તારમાં આવેલા પ્રસિધ્ધ ઘેલા સોમનાથ મંદિર ખાતે રોપા વિતરણની સાથે મતદાનની અપીલ અપીલ કરવામાં આવી હતી.
આ રોપાઓ ઉપર ચુનાવ કા પર્વ,દેશ કા ગર્વ તથા દેશ માટે દશ મિનીટ જેવા સુત્રો લખવામાં આવ્યા હતા. મંદિરના પુજારીએ પણ ઉપસ્થિતોને મતદાનનું મહત્વ સમજાવીને મતદાન કરવા પ્રેરણા આપી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech