વેપારી લઘુશંકા કરવા જતા દુકાનમાંથી ૧.૨૫ લાખની રોકડ સાથેના થેલાની ચોરી

  • June 05, 2025 03:55 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
શહેરના રૈયા રોડ પર આવેલી ઇલેક્ટ્રીક દુકાનમાંથી રૂ. 1.25 લાખ રોકડ ભરેલો થેલોચોરી થયા અંગે ગાંધીગ્રામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધવવામાં આવી છે. વેપારી રોકડ ભરેલો થેલો દુકાનમાં રાખી લઘુશંકા કરવા જતા કોઇ આ થેલો આ ઉઠાવી ગયાો હતો. બનવામાં જાણ ભેદુનો હાથ હોવાની શંકા સેવાઇ રહી છે. જે અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.


ચોરીના આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ, રૈયા ટેલિફોન એક્સચેન્જ નજીક સોમનાથ સોસાયટી-3 માં રહેતા વિપુલભાઇ બટુકભાઈ નિરંજની(ઉ.વ ૪૫) નમના વેપારીએ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરીયાદમાં જણાવ્યું હતું કે, તે રૈયા રોડ પર બ્રહ્મસમાજ ચોક પાસે નચીકેતા ઇલેક્ટ્રીક નામે ઇલેક્ટ્રોનીક ટુલ્સની દુકાન ધરાવે છે સાથોસાથ અહીંથી જ મની ટ્રાન્સફરનુ કામ કરે છે.

ગઇ તા.૦૪/૦૬/૨૦૨૫ ના રાત્રીના આશરે આઠ વાગ્યાં આસપાસ દુકાનના કલેકશન પેટે આશરે રૂ. 1.25 લાખની રકમ આવી હતી. જે દુકાનમાં ટેબલની નીચે એક કાળા કલરના થેલામાં રાખ્યા હતા. જે કાળા થેલામાં એસ.બી.આઇ. બેંકની પાસબુક, નાગરીક બેંકની પાસબુક, એસ.બી.આઈ., આઈસીઆઈસીઆઈ, કોટક, તથા નાગરીક બેંકના હતા. ઉપરાંત ક્રેડિટકાર્ડ, આધારકાર્ડ, પાનકાર્ડ જેવા જરૂરી ડોક્યુમેન્ટ પણ હતા.

રાત્રીના નવ વાગ્યા આસપાસ વેપારી દુકાન ખુલ્લી રાખી લઘુશંકા કરવા માટે ગયા હતાં. પરત આવતા દુકાનમાંથી પૈસા ભરેલો કાળા રંગનો થેલો મળી આવ્યો ન હતો. જેથી આજુબાજુ તપાસ કરતા થેલો કયાંક મળી આવ્યો ન હતો. જે અંગે વેપારીએ ગાંધીગ્રામ પોલીસ મથકમાં રૂ. 1.25 લાખની રોકડ ભરેલા થેલાની ચોરી થયા અંગે ફરિયાદ નોંધાવી હતી. ગાંધીગ્રામ પોલીસે ગુનો નોંધી સીસીટીવી ફૂટેજના આધારે બનાવનો ભેદ ઉકેલવા તપાસ હાથ ધરી છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News