રૂંવાડા ઉભા થઇ જાય તેવું ટ્રેલર રીલીઝ
‘ભક્ષક’ મુવીનું દમદાર ટ્રેલર રિલીઝ થઇ ગયુ છે. ટ્રેલર ડાર્ક સબ્જેક્ટ પર છે.આ ટ્રેલર જોયા પછી ફેન્સ મુવી જોવા માટે સુપર એક્સાઇટેડ થઇ ગયા છે.
ભૂમિ પેડનેકરની ફિલ્મ ‘ભક્ષક’નું ટ્રેલર રિલીઝ થઇ ગયુ છે. આમાં અભિનેત્રી પ્રેસ રિપોર્ટરનો રોલ અદા કરતી જોવા મળી રહી છે. સત્ય ઘટના પર આધારિત આ ફિલ્મનું ટ્રેલર રિલીઝ થઇ ગયુ છે. આ ફિલ્મનું ટ્રેલર જોઇને તમારા રૂંવાડા ઉભા થઇ જશે. રિપોર્ટરની ભૂમિકામાં ભૂમિ માસૂમ બાળકોની સાથે થઇ રહેલા દુષ્કર્મ વિરુદ્ધ અવાજ ઉઠાવે છે. આ લડાઇમાં ભૂમિને બહુ ઓછો લોકોનો સપોર્ટ મળે છે અને અનેક પ્રકારની મુશ્કેલીઓ આવે છે, તેમ છતા ભૂમિ હાર માનતી નથી. પરંતુ સમાજને પૂછે છે કે, શું તમે પણ તમારી ગણતરી માણસોમાં કરો છો? કે પછી તમે તમારી જાતને ભક્ષક માની ચુક્યા છો?
ટ્રેલરમાં ભૂમિ પેડનેકર, સંજય મિશ્રા, આદિત્ય શ્રીવાસ્તવ અને સાઇ તામ્હણકરની દમદાર એક્ટિંગ જોવા મળી રહી છે. ઉલ્લેખનીય છે કે ફિલ્મની કહાની ભક્ષક ન્યાય માટે એક અતૂટ ખોજની જર્ની વિશે બતાવે છે. ખોજી પત્રકાર વૈશાલી સિંહની કહાની છે જે મહિલાઓ વિરુદ્ધ અપરાધોની હકીકત ઉજાગર કરતા સમાજની સામે લાવે છે.
શાહરુખ ખાને ઇન્સ્ટાગ્રામ પર ટ્રેલર શેર કરતા લખ્યુ છે કે રેજિલેન્સની એક કહાની જે દરેકને જણાવવી ખૂબ જરૂરી છે. સત્ય ઘટનાઓથી પ્રેરિક ફિલ્મ ભક્ષક 9 ફેબ્રુઆરીના રોજ રિલીઝ થશે, માત્ર નેટફ્લિક્સ પર.
ભક્ષક’ના સ્ટાર કાસ્ટ
આ અપકમિંગ ક્રાઇમ ડ્રામા ‘ભક્ષક’ સાચી ઘટનાઓથી પ્રેરિત છે, જેનું પ્રીમિયર નેટફ્લિક્સ ઇન્ડિયા પર થશે. આ રેડ ચિલીઝ એન્ટરટેનમેન્ટની પ્રસ્તુતિ છે જેમના નિર્માતા ગૌરી ખાન અને ગૌરવ વર્મા છે. ફિલ્મનું નિર્દેશન પુલકિતે કર્યુ છે. ભૂમિ સિવાય આ ફિલ્મમાં સંજય મિશ્રા, આદિત્ય શ્રીવાસ્તવ અને સાઇ તામ્હણકર જેવા સિતારાઓ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. જો કે ફેન્સ આ રોલમાં ભૂમિને જોવા માટે સુપર એક્સાઇટેડ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઆઠ હજારથી વધુ ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં આજે ફોર્મ ભરવાના અંતિમ દિવસે ભારે ધસારો
June 09, 2025 10:59 AMસલાયામાં બે કોરોના પોઝિટિવ દર્દીઓ પર હેલ્થ વિભાગ દ્વારા સતત મોનીટરીંગ
June 09, 2025 10:59 AMરાજકોટની વસ્તી કેટલી, ૨૦ લાખ કે તેથી વધુ?
June 09, 2025 10:57 AMરબારીકા વાડી વિસ્તારમાં કુવામાં ઝંપલાવી યુવકનો આપઘાત
June 09, 2025 10:57 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech