સુરતમાં જ્વેલરી શોપમાં કોમ્પ્યુટર ઓપરેટર તરીકે નોકરી કરતા યુવકે કામના દબાણમાં આવીને પોતાના હાથની જ 4 આંગળીઓ કાપી નાખી હતી. યુવકે પહેલા તો કોઈ અજાણ્યા શખસે તાંત્રિક વિધિમાં બલી આપવા તેની ચાર આંગળીઓ કાપી ચોરી કરીને ફરાર થઈ ગયો એવી પોલીસ સ્ટેશનમાં સ્ટોરી ઘડી. જો કે, પોલીસે પૂરાવા અને સ્થિતિ મેચ ન ખાતા ભોગ બનનારની ફરીથી કડકાઈથી પૂછપરછ હાથ ધરતા તેણે પોતાનો ગુનો સ્વીકાર્યો અને હકિકત જણાવી હતી.
યુવક 8મી ડિસેમ્બરના રોજ મિત્રને મળીને ઘરે પરત જઈ રહ્યો હતો ત્યારે તેમને વરિયાવ બ્રિજ પાસે કોઈ બેભાન કરી હાથની ચાર આંગળીઓ કાપી ચોરી નાસી ગયા હતા. આ થીયરી ફરિયાદીએ પોતે પોલીસને જણાવી હતી અને આશંકા વ્યક્ત કરી હતી કે, તેની આંગળીઓ તાંત્રિકવિધિમાં બલી માટે આપવામાં આવી હોય એવું તેને લાગી રહ્યું છે. જો કે, ફરિયાદીની થીયરી મુજબ પોલીસે ઘટનાસ્થળે તપાસ હાથ ધરી તો કંઈ જ એવું જોવા ન મળ્યું. આંગળીઓ કપાવવા છતાં ઘટનાસ્થળે લોહીનું એક ટીપું પણ જોવા મળ્યું નહોતું. પોલીસે ઘટનાસ્થળની આસપાસના CCTV પણ ચેક કર્યા તો તેમને કોઈ જ વ્યક્તિ તેની આસપાસ દેખાયો નહોતો. આ તપાસમાં મળતી કડીઓ અને ફરિયાદીની થીયરી કોઈ જ સંજોગોમાં મેળ ખાતી નહોતી. જેથી, તપાસ દરમિયાન પોલીસ પણ મૂંઝવણમાં મૂકાઈ હતી કે, ખરેખર ઘટના બની શું છે અને કોણે યુવકની 4 આંગળીઓ કાપી?
યુવકે ઘટનાનું વર્ણન કરતાં જણાવ્યું કે, તે જ્વેલર્સની દુકાનમાં કોમ્પ્યુટર ઓપરેટર તરીકે નોકરી કરે છે. આ જ્વેલર્સની દુકાન તેના કોઈ સગા-સંબંધીની હતી. જો કે, તે અહીં નોકરી કરવાની જરાપણ ઈચ્છા ધરાવતો નહોતો પણ પિતાના સંબંધના કારણે કશું જ બોલી શકતો નહોતો. આ નોકરીના કારણે તે સતત માનસિક દબાણ અનુભવતો હતો પરંતુ, તેના પરિવારને તે આ અંગે જણાવી શકતો નહોતો. છેવટે આ સ્થિતિમાંથી મુક્તિ મેળવવા તેને કંઈ જ રસ્તો સૂઝતો નહોતો ત્યારે તેને થયું કે, જો હાથની આંગળીઓ જ નહી હોય તો કામ કરવું પડશે નહી. છેવટે દબાણમાં આવીને તેણે પોતાના હાથની જ આંગળીઓ કાપી લીધી હતી. પહેલા તે દુકાનમાં ગયો અને ત્યાંથી છરીની ખરીદી કરી હતી. આ છરી વડે તેણે પહેલા ઘામાં પોતાના હાથની ત્રણ આંગળીઓ કાપી નાખી હતી. આટલામાં પણ તેને સંતોષ ન થતાં તેણે છરીનો બીજો ઘા માર્યો અને ચોથી આંગળી પણ કાપી નાખી.
યુવકની આ વાત પણ પોલીસને શંકાસ્પદ લાગતા જે જગ્યાએથી તેણે છરીની ખરીદી કરી હતી તે જગ્યાએ પોલીસ ટીમ સાથે પહોંચી હતી. દુકાનદારને જ્યારે સમગ્ર ઘટના જણાવતા પોલીસે પૂછ્યું ત્યારે તેઓએ આ વાતની પુષ્ટી કરી હતી કે, મયુર પોતે જ અહીંથી ધારદાર છરી ખરીદીને ગયો હતો. ત્યારબાદ મયુરે જે જગ્યાએ આંગળીઓ છુપાવી હતી તે જગ્યાની તપાસ કરી તો ત્યાંથી પણ કોથળીમાં કપાયેલી ત્રણ આંગળીઓ મળી આવી હતી. આ બંને બાબતોની પુષ્ટી બાદ પોલીસને આ વાતમાં તથ્ય લાગ્યું. આ સમગ્ર ઘટનામાં પોલીસે ડોક્ટરનો પણ સંપર્ક સાધ્યો હતો અને તેની સારવાર અંગે માહિતી મેળવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામજોધપુર-લાલપુરના ‘આપ’ના ધારાસભ્ય હેમંત ખવાએ લોકોના પ્રશ્ર્ને કરી મુખ્યમંત્રીને રજુઆત
June 09, 2025 12:59 PMઆજે દ્વારકામાં અખંડ રામધૂનનો ૨૧ હજારમાં દિવસમાં મંગલ પ્રવેશ
June 09, 2025 12:58 PMઅમેરિકામાં ખાદ્ય પદાર્થોમાં ખતરનાક બેક્ટેરિયાનું સંક્રમણ, ઈંડા ખાધા પછી 80થી વધુ બીમાર
June 09, 2025 12:57 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech