રાજકોટથી નીકળેલા વેપારીની કાર પર ટંકારા નજીક હુમલો કરી ૯૦ લાખની લૂંટ

  • May 22, 2025 11:59 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટથી કારમાં લાખોની રોકડ લઈને નીકળેલા વેપારીની કારને ખજૂરા હોટેલ પાસે આંતરી લઈને પાંચથી સાત ઇસમોએ રોકડ રકમની લૂંટ ચલાવી હતી કારમાં આવેલ ઇસમોએ વેપારીની કાર રોકાવવા ટક્કર મારી હતી અને હોટેલ પાસે કાર ઊભી રખાવી ૯૦ લાખની રોકડ લૂંટીને નાસી ગયા હતા.


ગોંડલના અનીડા ભાલોડી ગામના રહેવાસી નિલેશભાઈ ભાલોડીએ અજાણ્યા પાંચથી સાત ઇસમો વિદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદી પોતાના ડ્રાઈવર સાથે પોતાની કાર જીજે ૦૩ એનકે ૩૫૦૨ વાળી લઈને આંગડિયા પેઢીના  ૯૦ લાખ રોકડ રાજકોટથી મોરબી જતાં હતા ત્યારે અજાણ્યા પાંચથી સાત ઇસમોએ નંબર વગરની વાઇટ કલરની પોલો અને બલેનો કારમાં આવી ફરિયાદીની કારનો પીછો કરી કાર રોકાવી આંતરી લઈને લાકડાના ધોકા, છરી અને પાઇપ વડે કારના કાચ તોડી હત્પમલો કરી નુકશાન કયુ હતું તેમજ કારનો પીછો કરી ખજુરા હોટેલ પાસે પહોંચતા કારને ઠોકર મારી રોકી ફરિયાદી પાસે રહેલ ૯૦ લાખની રોકડ રકમની લૂંટ ધાડ કરી નાસી ગયા હતા ટંકારા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ ચલાવી છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News