સોમવારે રાત્રે યુકેના શહેર લિવરપૂલમાં આનંદનો માહોલ હતો. પ્રીમિયર લીગ જીત્યા પછી, ટીમ અને સ્ટાફ એક ઓપન-ટોપ બસમાં શહેરના હૃદયમાંથી વિજય પરેડ કરી રહ્યા હતા. તેમની એક ઝલક મેળવવા માટે હજારો ચાહકો રસ્તાના કિનારે એકઠા થયા હતા, પરંતુ ઉજવણીનું આ દ્રશ્ય અચાનક શોકમાં ફેરવાઈ ગયું જ્યારે એક ઝડપી ગતિએ આવતી કાર ભીડમાં ઘૂસી ગઈ. આ ઘટનામાં કુલ 50 લોકો ઘાયલ થયા હતા, જેમાં ચાર બાળકોનો પણ સમાવેશ થાય છે. મર્સીસાઇડ પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી અને કાર ચાલકની ધરપકડ કરી, જેની ઓળખ 53 વર્ષીય શ્વેત બ્રિટિશ વ્યક્તિ તરીકે થઈ છે.
મર્સીસાઇડ પોલીસના જણાવ્યા અનુસાર, આ ઘટના આતંકવાદ સાથે સંબંધિત નથી. કોન્સ્ટેબલ જેની સિમ્સે આ કેસ અંગે જણાવ્યું હતું કે આને આતંકવાદ તરીકે જોવામાં આવી રહ્યું નથી. પોલીસે વધુમાં જણાવ્યું હતું કે આ કેસ માર્ગ અકસ્માત સાથે સંબંધિત છે. આની તપાસ કરવામાં આવી રહી છે અને જરૂરી પુરાવા એકત્ર કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ ઘટના સાથે જોડાયેલો વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પણ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે એક કાળી કાર ભીડમાં ઘૂસી જાય છે અને લોકોને ધક્કો મારતી આગળ વધે છે. આ દરમિયાન ઘણા લોકો કાર નીચે કચડાઈ જાય છે. જો કે હજુ સુધી કોઈ જાનહાનીના અહેવાલ નથી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech