ગઇકાલે સાંજે 50 કિ.મી.ની ઝડપે પવન ફુંકાતા લોકોને ગરમીથી રાહત: તા.4થી 6મે દરમ્યાન કાળઝાળ ગરમી પડશે તેવી હવામાન ખાતાની આગાહી
જામનગરમાં છેલ્લા અઠવાડીયાથી સુર્યદેવતા નરમ પડયા હતાં, પરંતુ ગઇકાલે ફરીથી કાળઝાળ ગરમી શ થઇ છે અને તાપમાન 38 ડીગ્રી નજીક પહોંચી ગયું છે. એટલું જ નહીં 50 કિ.મી.ની ઝડપે ગઇકાલે ઠંડો પવન ફુંકાતા લોકોને ગરમીમાં રાહત થઇ હતી, ગુજરાતના અન્ય શહેરોમાં તાપમાન 40 થી 42 ડીગ્રી રહ્યું હોય, જામનગરનું તાપમાન 37.5 ડીગ્રીએ પહોંચ્યું હતું તેથી લોકોને રાહત થઇ હતી, હવામાન ખાતાના જણાવ્યા મુજબ આગામી 4 થી 6 મે દરમ્યાન જામનગર જિલ્લામાં કાળઝાળ ગરમી પડશે તેથી લોકોને સચેત રહેવા તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.
કલેકટર કચેરીના ક્ધટ્રોલ મના જણાવ્યા મુજબ મહત્તમ તાપમાન દોઢ ડીગ્રી ઘટી 37.5 ડીગ્રી, લઘુતમ તાપમાન 25.8 ડીગ્રી, હવામાં ભેજ 83 ટકા અને પવનની ગતિ 45 થી 50 કિ.મી. પ્રતિકલાક રહી હતી.
જામનગર સહિત સમગ્ર ગુજરાત અગનભઠ્ઠી બન્યું છે, ગઇકાલે અમરેલીમાં 41 ડીગ્રી નોંધાઇ હતી, અમુક રાજયોમાં 41 થી 43 ડીગ્રી ગરમી હતી, હવામાન ખાતુ કહે છે કે હજુ પણ એકાદ અઠવાડીયા સુધી લુ લાગશે અને આકાશમાંથી અગનગોળા વરસશે.
હવામાન ખાતાએ ફરીથી ચૂંટણી દરમ્યાન જ હીટવેવની આગાહી કરી છે, મતદાન તા.7 મેના રોજ થનાર છે પરંતુ એ પહેલા ત્રણ દિવસ અસહ્ય ગરમી રહેશે તેવી પણ આગાહી કરવામાં આવી છે, જામનગર અને દેવભુમિ દ્વારકા જિલ્લાના તંત્ર વાહકોને સચેત રહેવા જામનગરના કલેકટર તથા દ્વારકાના કલેકટર સહિતના અધિકારીઓએ માર્ગદર્શીકા પણ જાહેર કરી છે, ડોકટરોના કહેવા મુજબ સતત પાણી પીતા રહેવું, લીંબુ પાણી અને નાળીયેર પાણીનો પણ ઉપયોગ કરવો, તડકા દરમ્યાન ચકકર આવે તો તાત્કાલીક અસરથી નજીકના આરોગ્ય કેન્દ્ર અથવા ડોકટરોનો સંપર્ક કરવો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઆઠ હજારથી વધુ ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં આજે ફોર્મ ભરવાના અંતિમ દિવસે ભારે ધસારો
June 09, 2025 10:59 AMસલાયામાં બે કોરોના પોઝિટિવ દર્દીઓ પર હેલ્થ વિભાગ દ્વારા સતત મોનીટરીંગ
June 09, 2025 10:59 AMરાજકોટની વસ્તી કેટલી, ૨૦ લાખ કે તેથી વધુ?
June 09, 2025 10:57 AMરબારીકા વાડી વિસ્તારમાં કુવામાં ઝંપલાવી યુવકનો આપઘાત
June 09, 2025 10:57 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech