રાજકોટ શહેરના ગૌરવપથ કાલાવડ રોડની ભાગોળે કણકોટ પાટીયા નજીક આવેલી ગુજરાત હાઉસિંગ બોર્ડની આવાસ યોજનામાં આજ દિવસ સુધી રહીશોને નળ, ડ્રેનેજ ગટર, લાઈટ, સફાઈ, પાણી અને ડામર રસ્તા સહિતની આવશ્યક સુવિધાઓ મળતી ન હોય આજે મહિલાઓ રણચંડી બની હતી અને મનપા તેમજ ડા તત્રં સામે મોરચો માંડો હોય તેમ કણકોટના પાટીયે ચક્કાજામ સર્જી દીધો હતો.
વિશેષમાં હાઉસિંગ બોર્ડની આવાસ યોજના ના રહીશોએ જણાવ્યું હતું કે, હાલ સુધી ડા હેઠળ આવતો આ વિસ્તાર મોટા મવા ગામ રાજકોટ મહાનગરપાલિકાની હદમાં ભળી ગયા બાદ હવે વેસ્ટ ઝોન હેઠળના વોર્ડ નં.૧૧માં આવે છે. હાલ સુધી અહીં ડાની પાણીની લાઇનમાંથી પાણી આપવામાં આવતું હતું પરંતુ તાજેતરમાં તે બધં કરાતા અને મહાપાલિકા દ્રારા હજુ પાણી આપવાનું શ કરાયું ન હોય આવી પરિસ્થિતિ વચ્ચે હાઉસિંગ બોર્ડની આવાસ યોજનાના રહીશો પાણી વિહોણા રહેતા આજે મહિલાઓએ પાણી પ્રશ્ન ચક્કા જામ સર્જી દીધો હતો.
દરમિયાન ડા તંત્રએ તેની પાણીની લાઈન માંથી પાણી આપવાનું ચાલુ રાખવામાં આવશે તેવી ખાતરી આપતા અંતે ચક્કાજામ સમેટાયું હતું અને મહાપાલિકા તંત્રએ વહેલી તકે ઉપરોકત આવાસ યોજના સુધી પાઇપલાઇન નેટવર્ક નાખવાની પણ ખાતરી આપી હતી
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech