શહેરમાં લુખ્ખાઓ, આવરા તત્વો અને વાહન ચાલકો બેફામ બન્યા છે, રોજબરોજ પુરપાટ ઝડપે વાહનો હંકારી ચાલકો નિર્દેાષ લોકોના જીવને જોખમમાં મૂકી રહ્યા છે. આ ઉપરાંત શહેરમાં સીટીબસના ચાલકો ઉપર તત્રં કે એજન્સીનું અંકુશ ન હોવાથી ડ્રાઈવરો બેફામ ઝડપે બસ હંકારી જીવલેણ અકસ્માત સર્જી રહ્યા છે. છેલ્લા ત્રણ દિવસમાં સીટી બસ અડફેટે ત્રીજો અકસ્માત સર્જાયો છે. બજરગં વાડી પાસે આજે સવારે પુરપાટ ઝડપે જઈ રહેલી સીટીબસએ શેરીમાંથી એકિટવા લઈને નીકળેલા મહિલાને ઉલાળતા મહિલા અંદાજે ૧૦ ફટ દૂર ફંગોળાયા હતા અને બસ નીચે એકિટવાનો કડૂસલો બોલી ગયો હતો. બનાવના પગલે લોકોના ટોળા એકઠા થયા હતા અને ઈજાગ્રસ્ત મહિલાને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જયારે બીજા બનાવમાં જંકશનમાં રેફયુજી કોલોની શાકમાર્કેટ પાસે જીજે–૩૬–એએફ–૪૩૦૪ નંબરની આઈ–૨૦ કારના ચાલકે બેફિકરાઈ પૂર્વક કાર હંકારી ચાર બાઇક સવારને અડફેટે લીધા હતા અને બાદમાં કાર વીજપોલ સાથે અથડાઈ હતી. બનાવના પગલે વિસ્તારમાં નાસભાગ મચી જવા પામી હતી. અકસ્માત સર્જી કાર ચાલક નાસી જતા પોલીસે નંબરના આધારે શોધખોળ હાથ ધરી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationશુભાંશુ શુક્લા અવકાશનો તાગ મેળવવા કાલે ઉડાન ભરશે:એક્સિઓમ મિશનનું કાઉન્ટ ડાઉન શરુ
June 09, 2025 10:21 AMયાત્રાધામ દ્વારકાના ગોમતી નદીમાં ઘાટ પર સાવચેતીપુર્વક સ્નાન કરવા તંત્રની અપીલ
June 09, 2025 10:20 AMદ્વારકામાં શીરદર્દસમો ટ્રાફિક સમસ્યા ઉકેલવા આયોજન
June 09, 2025 10:16 AMલોસ એન્જલસમાં હિંસાની આગ વધુ ભડકી, શા માટે વિરોધ?
June 09, 2025 10:10 AMદ્વારકા પીજીવીસીએલના બે ડીવીઝનમાં કાયમી સ્ટાફની નિમણૂંક કરવા માંગ
June 09, 2025 10:08 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech