સિવિલ હોસ્પિટલમાં ફાયર સેફટીના સાધનોના મેઇન્ટેનન્સ કોન્ટ્રાક્ટમાં ખોટા બિલ મૂકી ત્રણ કરોડ જેટલો ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોવાના આક્ષેપ સાથે કોંગ્રેસ દ્વારા સિવિલ હોસ્પિટલએ પહોંચી સુપ્રિન્ટેન્ડેન્ટને આવેદન પાઠવી આ મામલે સરકાર તપાસ કરી જવાબદારો સામે પગલાં ભરે તેવી માગ કરી હતી.
સિવિલ હોસ્પિટલમાં ફાયર સેફટીના મેઈન્ટેનન્સના કોન્ટ્રાકટમાં અમદાવાદની વિશ્વાસ કંપની દ્વારા હોસ્પિટના પૂર્વ સત્તાધીશો અને વહીવટી અધિકારીઓ સહિતનાની મીલીભગતથી ત્રણ કરોડથી વધારાના બિલ મૂકી મોટો ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોવાના આક્ષેપ સાથે જવાબદારો સામે તપાસ કરી પગલાં ભરવા માગ કરી છે.આ સાથે ભ્રષ્ટ આરોગ્ય વિભાગ, લકવાગ્રસ્ત આરોગ્ય વિભાગ સહિતના બેનરો સાથે સૂત્રોચાર કરી વિરોધ નોંધાવ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech