કારમાં આવેલા શખ્સો સીસીટીવી કેમેરામાં કેદ : પોલીસની તપાસ
ધ્રોલ તાલુકાના વાંકીયા ગામમાં એક ખેડૂતના રહેણાક મકાનમાં રાખવામાં આવેલો 48 ગુણી જીરુનો જથ્થો કોઈ તસ્કરો ચોરી કરી લઈ ગયાની ફરિયાદ ધ્રોલ પોલીસ મથકમાં નોંધાવી છે. બાજુમાં જ આવેલા પેટ્રોલ પંપના સીસીટીવી કેમેરા પોલીસ દ્વારા ચેક કરીને આ દિશામાં તપાસના ચક્રો ગતિમાન કયર્િ છે.
ધ્રોલ તાલુકાના વાંકિયા ગામમાં રહેતા અને પેટ્રોલ પંપ તેમજ અન્ય વેપાર કરતા ધર્મેશભાઈ હરજીવનભાઈ ભીમાણી નામના પટેલ વેપારીએ ધ્રોલ પોલીસ મથકમાં પોતાના રહેણાક મકાનમાંથી 1,68,000 ની કિંમતનું 48 મણ જીની ચોરી કરી લઈ ગયાની ફરિયાદ નોંધાવી છે.
પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ફરિયાદી દ્વારા પોતાના મકાનમાં જી તૈયાર કરીને તેની અલગ-અલગ ગુણીઓ રાખવામાં આવી હતી. જે સ્થળ પરથી ગત 23મી તારીખે મોડી રાત્રે સાડા ત્રણેક વાગ્યાના અરસામાં કોઈ તસ્કરો ચોરી કરવા આવ્યા હતા, અને તેમના મકાનની ઓસરીમાંથી 48 મણ જેટલી 16 ગુણી ની ચોરી કરી લઈ ગયા હતા. બાજુમાં જ આવેલા પેટ્રોલ પંપમાં લગાવેલા સીસીટીવી કેમેરામાં અલગ અલગ બે કારમાં કોઈ તસ્કરો ચોરી કરવા આવ્યા હોય અને તેઓ દ્વારા ઉપરોક્ત જીરું ની ચોરી કરીને લઈ ગયા હોવાનું અનુમાન લગાવાયું છે. ધ્રોલ પોલીસ દ્વારા તે સીસીટીવી કેમેરાના ફૂટેજના આધારે આ દિશામાં તપાસનો દોર આગળ ધપાવ્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech