કોડીનાર તાલુકાના બોડવા ગામે ઘરની ઓસરીમાં સૂતેલા વૃદ્ધા પર સિંહણનો હત્પમલો, બાજુમાં સૂતેલી પુત્રીએ અને તેના પરિવારના સભ્યોએ બૂમાબૂમ કરી સિંહણ સાથે જગં કરતા વૃદ્ધા ને છોડી સિંહણ પલાયન, પરિવાર ના સભ્યોની બહદુરીથી વૃદ્ધા માતાનો બચાવ કર્યેા હતો.
કોડીનાર તાલુકાનાં બોડવા ગામે પ્રાથમિક શાળા પાસે વનિતાબેન માનસિંગભાઈ બાંભણિયા પોતાના પરિવાર પરિવાર સાથે રહે છે. ત્યારે વનિતાબેનના પુત્રના લમાં ચીખલી ગામે રહેતા તેમના માતા મલાઈબેન બોઘાભાઈ મકવાણા ઉંમર વર્ષ ૬૫ આવ્યા હતાં લ પૂર્ણ થયા બાદ ગત રાત્રીના મલાઈબેન અને પુત્રી વબિતાબેનના પરિવારજનો પોતાના ઘરની ઓસરીમાં સુતા હતા ત્યારે રાત્રીના ૧:૦૦ વાગ્યાના સમયે અચાનક સિંહણ ઘરની ઓસરીમાં ચડી આવી વૃદ્ધ મલાઈબેન ઉપર હત્પમલો કરી દીધો. જોકે અચાનક થયેલા હત્પમલાના કારણે મલાઈબેન હેબતાઈ ગયા અને રાડ પડતા બાજુમાં સૂતેલા તેમના પુત્રી વનિતાબેન અને તેમના પરિવારજનોએ મલાઈબેનને છોડાવવા હિંમત કરી અને જોરશોરથી બૂમાબૂમ કરી અને સિંહણ ના મોંમાંથી મલાઈબેનને ખેંચી હિંમત દાખવી પોતાની વૃદ્ધ માતાને મહામહેનતે છોડાવી લેતા સિંહણ ત્યાંથી નાશી ભાગી હતી. પરિવારજનોની બૂમોને કારણે આસપાસના આસપાસના લોકો એકઠા થયાને વૃદ્ધાને પ્રથમ કોડીનારની સરકારી હોસ્પિટલ અને બાદમાં અંબુજા મલ્ટિસ્પેશ્યાલિટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા. વૃદ્ધાને પાછળના ભાગે અને બંને પગમાં ગંભીર ઇાઓ પહોંચી હતી.
જોકે ઘટનાની જાણ થતાં જામવાળા વન વિભાગના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી માનવ લોહી ચાખી ગયેલ સિંહણ ને પાંજરે પૂરવા તજવીજ હાથ ધરી આગળની કાર્યવાહી કરી છે. જયારે ગામના અગ્રણીઓ અને વૃદ્ધા ના સગા જણાવ્યા મુજબ છેલ્લ ા ઘણા દિવસથી આ વિસ્તારમાં સિંહો ના આટાફેરા છે પણ કોઈ દિવસ માનવ હત્પમલો કર્યેા નથી ત્યારે આ માનવ લોહી તરસી સિંહણ વૃદ્ધા પર હત્પમલો કરવાની હિચકારી ઘટના બની છે.
તાત્કાલિક આ સિંહણને પાંજરે પુરવામાં નહીં આવે તો હવે કોઈ માનવ જાણ હાની થશે તો જેની જવાબદારી વન વિભાગની રહેશે તેવું પણ ગ્રામજનો એ આક્રોશ સાથે જણાવ્યું હતું
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech