ચોરીના આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ, માયણીનગર કવાર્ટર બ્લોક નંબર 38 માં રહેતા સોહમ મુકેશભાઈ અઘેરા (ઉ.વ 19) નામના યુવાને તાલુકા પોલીસ સ્ટેશન નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, તે લક્ષ્મીનગર કિરણ ફર્નિચર નીચે આવેલ ઇ- કાર્ટની ઓફિસ ખાતે ડીલેવરી બોય તરીકે છેલ્લા એક માસથી નોકરી કરે છે અને જે લોકો ઓનલાઈન વસ્તુઓ મંગાવે તે એરિયામાં પાર્સલ પહોંચાડવાનું કામ કરે છે અને તે સ્પીડવેલ ચોકથી પરસાણા ચોક સુધીના વિસ્તારમાં આવતી સોસાયટીઓમાં પાર્સલ પહોંચાડવાનું કામ કરે છે. ગત તા. 27/2/2025 ના બપોરના સમયે દોઢેક વાગ્યે તે પોતાનું એક્સેસ લઇ ઓફિસેથી 32 જેટલા પાર્સલો થેલામાં લઈ ડીલેવરી કરવા માટે ગયો હતો આશરે 18 જેટલા પાર્સલની ડીલીવરી કર્યા બાદ બપોરના ત્રણેક વાગ્યા આસપાસ સ્પીડવેલ ચોક નજીક આવેલ પ્રદ્યુમન એસ્પાયર નામના એપાર્ટમેન્ટ ખાતે એક ડીલેવરી કરવાની હોય જેથી એક્સેસ અહીં ગેટ નજીક પાર્ક કરી ડીલેવરી કરવા માટે ગયો હતો. દરમિયાન થેલામાં 14 જેટલા પાર્સલો કે જેની ડીલીવરી કરવાના બાકી હોય તે રાખ્યા હતા ત્યારબાદ ડીલીવરી કરી પરત આવતા પાર્સલ નો થેલો જોવામાં આવ્યો ન હતો. આજુબાજુમાં તપાસ કરતા ક્યાંય થેલો મળી આવ્યો ન હતો.
બાદમાં તપાસ કરતા માલુમ પડ્યું હતું કે, મયુરભાઈ કાનજીભાઈ ચાવડા, ઉમંગસિંહ પરમારના પાર્સલ પણ આ રીતે ચોરી થઈ ગયા હોવાનું જાણવા મળ્યું હતું. જેમાં મયુરભાઈના મવડી પોલીસ હેડ ક્વાર્ટર પાસેથી તેમજ ઉમંગસિંહ પરમારના આનંદ બંગલા ચોક અશોક અશોક ગાર્ડન નજીકથી ચાર પાર્સલ ચોરી થઈ ગયા હતા. આમ કુલ 22 પાર્સલ જેમાં રૂપિયા 15,500 ની કિંમતની ચીજ વસ્તુઓ હોય તે પાર્સલ સાથેનો થેલો કોઈ શખ્સ ચોરી કરી ગયા અંગે ફરિયાદ નોંધાવામાં આવી હતી
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech