બોલીવુડના દિગ્ગજ કલાકારો ધર્મેન્દ્ર અને હેમા માલિનીની પુત્રી એશા દેઓલ મોટા પડદા પરથી ગાયબ છે. તે ચોક્કસપણે તેની માતા સાથે ઇવેન્ટ્સમાં જોવા મળે છે. આ બધાની વચ્ચે તેના લગ્ન જીવનને લઈને અનેક દાવાઓ થઈ રહ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે એશા દેઓલ તેના પતિથી અલગ થઈ ગઈ છે. આ બંને હવે સાથે નથી રહેતા. જોકે આ અંગે સત્તાવાર કંઈ સામે આવ્યું નથી, તેમ છતાં લોકો તમામ પ્રકારની વાતો કરી રહ્યા છે.વાસ્તવમાં, ધર્મેન્દ્ર અને હેમા માલિનીની પુત્રી એશા દેઓલે 29 જૂન, 2012ના રોજ મુંબઈના ઈસ્કોન મંદિરમાં બિઝનેસમેન ભરત તખ્તાની સાથે લગ્ન કર્યા હતા. આ પછી તેમને બે દીકરીઓ પણ થઈ. આ કપલ છેલ્લે ઓક્ટોબર 2023માં હેમા માલિનીના જન્મદિવસ પર સાથે જોવા મળ્યું હતું. તે પછી તેઓ ક્યારેય સાથે જોવા મળ્યા નથી. અભિનેત્રી તેની માતા હેમા માલિની સાથે આમિર ખાનની પુત્રીના રિસેપ્શનમાં પણ ગઈ હતી.એશા દેઓલ-ભરત તખ્તાનીના અલગ થવાના સમાચાર
આ બધાની વચ્ચે 'રેડિટ' પર એક પોસ્ટ કરવામાં આવી હતી કે ભરત તખ્તાનીએ એશા દેઓલને છેતર્યા છે. પોસ્ટમાં, એક યુઝરે દાવો કર્યો છે કે તેણે ભરતને તેની કથિત ગર્લફ્રેન્ડ સાથે બેંગલુરુમાં એક પેઇડ પાર્ટીમાં જોયો હતો. જોકે તેની ગર્લફ્રેન્ડ વિશે વધુ માહિતી નથી. પરંતુ કેટલાકે કહ્યું કે તે બેંગલુરુમાં રહે છે. પરંતુ આ બધા માત્ર દાવાઓ છે. કોઈ નક્કર માહિતી નથી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech