પોરબંદરના બાળકોમાં ખેલદિલીની ભાવનાની સાથોસાથ સાહસ વૃત્તિ વિકસે તેવા હેતુ સાથે જિલ્લાકક્ષાની શાળાકીય કુસ્તી સ્પર્ધાનું આયોજન કરવામાં આવતા ૫૭ જેટલા ખેલાડીઓએ ભાગ લીધો હતો. ગુજરાત સરકારના રમત-ગમત યુવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર પ્રેરિત સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત ગાંધીનગર આયોજિત તેમજ જિલ્લા રમત-ગમત અધિકારીની કચેરી, પોરબંદર દ્વારા સંચાલિત ૬૮ મી અખિલ ભારતીય શાળાકિય જિલ્લાકક્ષા કુસ્તી અંડર-૧૪, ૧૭, ૧૯ ભાઈઓ તથા બહેનોની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યુ હતુ.પોરબંદર જિલ્લાની અલગ-અલગ શાળા-સંસ્થામાંથી આ સ્પર્ધામાં ખેલાડીઓએ ભાગ લીધો હતો. આ સ્પર્ધાનું આયોજન રાણાકંડોરણાના પરિશ્રમ વિદ્યાલય ખાતે થયું હતુ.આ સ્પર્ધામાં ૫૭ ખેલાડીઓએ ભાગ લીધો હતો.પોરબંદર જિલ્લા રમતગમત અધિકારી ડો.પ્રવિણાબેન પાંડાવદરા, પરિશ્રમ સ્કુલના મેનેજીંગ ડાયરેક્ટર ભાયાભાઈ બારિયા,જેસલભાઈ કડછા, ઘેલુભાઈ કાંબલિયા તેમજ વિવિધ શાળાના વ્યાયામ શિક્ષકો, કોચ તથા વાલીઓ આ સ્પર્ધામાં ઉપસ્થિત રહ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech