અમરેલી જિલ્લા પોલીસ વડા સંજય ખરાત દ્વારા જિલ્લામાં દારૂ-જુગારની પ્રવૃત્તિ નેસ્ત નાબૂદ કરવા અને આવી પ્રવૃત્તિ કરતા શખ્સોને ઝડપી પાડવા જિલ્લા પોલીસને સૂચના આપી હોય જેના પગલે ચલાલાના ઇન્ચાર્જ પીઆઇ આર.જી.ચૌહાણના માર્ગદર્શન હેઠળ હેડ કોન્સ, ભગીરથભાઈ ધાધલ, હેડ.કોન્સ.રમેશભાઈ વાળા, પો.કોન્સ. શિવરાજભાઈ કામળીયા, રોહિતભાઈ રાખોલીયા સહીતના પેટ્રોલીંગમાં હતા ત્યારે પો.કોન્સ.શિવરાજભાઈ કામળીયાને ચોક્કસ બાતમી મળી હતી કે, ગરમલી જીયાણી બાજુથી તાલપત્રી ઢાંકેલૂ ટ્રેલર આવી રહ્યું છે જેમાં ઈંગ્લીશ દારૂની હેરાફેરી કરવામાં આવી રહી છે. જે બાતમીના આધારે નાની ગરમલી જવાના રસ્તા તરફ જતા ત્યાં 12 વ્હીલનું ટ્રેલર પડ્યું હતું જેને કોર્ડન કરી તલાસી લેતા પાછળમાં ભાગેથી 719 બોટલ ઈંગ્લીશ દારૂ કી.રૂ.1,15,350નો મળી આવતા દારૂનો જથ્થો કબ્જે કરી કેબિનમાં બેઠેલા ડ્રાઈવરની પુછપરછ કરતા પોતાનું નામ ભાવેશ મનસુખભાઇ દવેરા(રહે.શાપર વેરાવળ સર્વોદય સોસાયટી,તા.કોટડા સાંગાણી)નપ હોવાનું જણાવ્યું હતું. પોલીસે દારૂ અને ટ્રેલર મળી રૂ.11,55,370નો મુદ્દમાલ કબ્જે કરી ચાલકની પીધેલી હાલતમા અટકાયત કરી વધુ પુછપરછ માટે ચલાલા પોલીસ મથકે લવાયો હતો. પુછપરછમાં આ ટ્રક બાબરાના નીલવડા રોડ પર રહેતા બાલા મનુભાઈ કડેવાલનો હોવાનો અને આ દારૂ લીલીયાના કીશન સુરેશભાઈ દવે અને ઢસાના વિરાજ પ્રવિણચંદ્ર રાણાનો હોવાનું જણાવ્યું હતું. પોલીસે ટ્રક માલીક અને દારૂ મોકલનાર સામે ગુનો નોંધી ફરાર જાહેર કરી શોધખોળ હાથ ધરી છે. તેમજ આ દારૂ કોને આપવાનો હતો એ દિશામાં પણ તપાસ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: દૈનિક કેસ 185 નોંધાયા, એક્ટિવ કેસ 1000ની નજીક પહોંચ્યા
June 08, 2025 08:08 PMગુજરાતમાં અકસ્માતોનો કાળો દિવસ: ત્રણ જુદા જુદા અકસ્માતમાં 6ના મોત
June 08, 2025 07:55 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech