એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ શનિવારે હૈદરાબાદના રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી એક બિઝનેસ જેટ જપ્ત કર્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ED હૈદરાબાદના ફાલ્કન ગ્રુપ અને તેના પ્રમોટર્સ સામે મની લોન્ડરિંગની તપાસ કરી રહી છે.
આ કેસ સાયબરાબાદ પોલીસે ફાલ્કન ગ્રુપ (કેપિટલ પ્રોટેક્શન ફોર્સ પ્રાઈવેટ લિમિટેડ)ના CMD અમરદીપ કુમાર અને અન્ય સામે નોંધાવેલી FIR સાથે સંબંધિત છે. પ્રમોટર્સ પર રોકાણકારો સાથે 850 કરોડ રૂપિયાની છેતરપિંડી કરવાનો આરોપ છે.
આરોપ છે કે ફાલ્કન ગ્રુપે છેતરપિંડીવાળી ઇન્વોઇસ ડિસ્કાઉન્ટિંગ રોકાણ યોજના દ્વારા રોકાણકારો પાસેથી 1700 કરોડ રૂપિયા એકઠા કર્યા હતા. કુલ ફંડમાંથી 850 કરોડ રૂપિયા પરત કરવામાં આવ્યા હતા. 6,979 રોકાણકારોને ચૂકવણી કરવામાં આવી નથી.
22 જાન્યુઆરીએ અમરદીપ ફરાર થયો
તપાસ એજન્સીનું માનવું છે કે જેટ પોન્ઝી સ્કીમના પૈસાથી ખરીદવામાં આવ્યું હતું. EDએ કસ્ટમ્સ વિભાગ પાસેથી જેટની અવરજવર વિશે માહિતી માંગી હતી.
તેના પરથી જાણવા મળ્યું કે અમરદીપ અન્ય એક વ્યક્તિ સાથે 22 જાન્યુઆરીએ આ જ વિમાન દ્વારા દેશની બહાર ભાગી ગયો છે. જોકે, કંપનીના વાઈસ ચેરમેન અને ડિરેક્ટરની ધરપકડ કરવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech