પેટા----રાજકોટના ૨૭, મોરબીના ૧૦, જામનગરના ૨૧, દ્વારકાના ૧૨, સુરેન્દ્રનગરના ૧૧, પોરબંદરનો એક તેમજ અમરેલી જિલ્લાનો એક મળી કુલ ૮૩માંથી મોટાભાગના ડેમ તળિયા ઝાટક
સૌરાષ્ટ્રમાં નૈઋત્યના ચોમાસામાં સમયસર વરસાદ ન થાય તો ઉપાધિ સર્જાઇ તેવી સ્થિતિ છે. રાજકોટ સિંચાઇ વર્તુળ હેઠળના સૌરાષ્ટ્રના કુલ ૮૩માંથી મોટાભાગના જળાશયોનું તળિયું દેખાઇ ગયું છે. રાજકોટને પીવાનું પાણી પુરૂ પાડતા આજી-૧, ન્યારી-૧ અને ભાદર-૧ સૌની યોજનાના નર્મદાનીરથી ભરેલા છે, તદઉપરાંત સૌની યોજનાના રૂટ હેઠળનો સુરેન્દ્રનગરનો વઢવાણ ભોગાવો-૨ (ધોળી ધજા) ડેમ નર્મદાનીરથી ૯૧.૯૯ ટકા ભરેલો છે. વરસાદ ખેંચાય તો રાજકોટ શહેરને પીવાના પાણી મામલે વાંધો આવે તેમ નથી પરંતુ સૌરાષ્ટ્રના અન્ય વિસ્તારોમાં સ્થિતિ મુશ્કેલ બનશે કારણ કે ૮૦ ટકા ડેમ લગભગ ખાલી થઇ ગયા છે.
રાજકોટ શહેરને પીવાનું પાણી પુરૂ પાડતા મુખ્ય જળ સ્ત્રોત કુલ ૨૯ ફૂટની ઉંડાઇના આજી-૧ ડેમની સપાટી આજની સ્થિતિએ ૨૪ ફૂટ છે અને તેમાં પીવાલાયક પાણીનો ૬૦૭ એમસીએફટી (મિલિયન ક્યુબિક ફૂટ) જળ જથ્થો સંગ્રહિત છે. સૌની યોજના હેઠળ ડેમમાં નર્મદાનીર ઠાલવવાનું ચાલુ છે. ડેમમાં ઉપલબ્ધ જળ જથ્થાની ટકાવારી ૬૬.૬૬ ટકા છે.
પશ્ચિમ રાજકોટના મુખ્ય જળસ્રોત અને કુલ ૨૫ ફૂટની ઉંડાઇના ન્યારી-૧ ડેમની સપાટી આજની સ્થિતિએ ૧૬.૧૦ ફૂટ છે અને તેમાં પીવાલાયક પાણીનો ૪૮૨ એમસીએફટી જળ જથ્થો સંગ્રહિત છે. આ ડેમમાં પણ સૌની યોજના હેઠળ નર્મદાનીર ઠાલવવામાં આવી રહ્યું છે.ડેમમાં ઉપલબ્ધ જળ જથ્થાની ટકાવારી ૪૩.૫૨ ટકા છે.
રાજકોટને પીવાનું પાણી પુરૂ પાડતા અન્ય મુખ્ય જળ સ્ત્રોત કુલ ૩૪ ફૂટની ઉંડાઇના ભાદર-૧ ડેમની સપાટી હાલ ૨૧.૮૦ ફૂટ છે અને ડેમમાં ૨૩૩૫ એમસીએફટી જળ જથ્થો સંગ્રહિત છે. ડેમમાં ઉપલબ્ધ જળ જથ્થાની ટકાવારી ૩૫.૨૭ ટકા છે.
મેટર સાથે બોક્સ-૧
સૌરાષ્ટ્રના ક્યા જળાશયમાં કેટલો જળ જથ્થો ઉપલબ્ધ
જળાશય---ઉપલબ્ધ જથ્થાની ટકાવારી
રાજકોટ જિલ્લો
ભાદર-૧ ૩૫.૨૭ ટકા
મોજ ૨૮.૨૮ ટકા
ફોફળ ૨૫.૯૩ ટકા
વેણુ-૨ ૧૫.૭૨ ટકા
આજી-૧ ૬૬.૬૬ ટકા
આજી-૨ ૭૩.૨૯ ટકા
આજી-૩ ૨૨.૨૩ ટકા
સોડવદર ૧૧.૭૯ ટકા
સુરવો ૨૮.૧૭ ટકા
ડોંડી ૧૩.૩૩ ટકા
ગોંડલી ૫.૩૭ ટકા
વાછપરી ૧૯.૭૯ ટકા
વેરી ૦.૦૯ ટકા
ન્યારી-૧ ૪૩.૫૨ ટકા
ન્યારી-૨ ૬૨.૩૩ ટકા
મોતીસર ૨૦.૧૬ ટકા
ફાડદંગબેટી ૧૧.૭૯ ટકા
ખોડાપીપર ૦.૫૭ ટકા
લાલપરી ૪૮.૯૬ ટકા
છાપરવાડી-૧ ૬.૨૪ ટકા
છાપરવાડી-૨ ૬.૬૨ ટકા
ઇશ્વરીયા ૩૦.૮૨ ટકા
કરમાળ ૧૫.૧૮ ટકા
ભાદર-૨ ૭૭.૭૬ ટકા
કરણુંકી ૧૨.૩૨ ટકા
ઘેલો સોમનાથ ૨૮.૬૦ ટકા
માલગઢ ૪.૧૯ ટકા
મોરબી જિલ્લો
મચ્છુ-૧ ૨૦.૧૮ ટકા
મચ્છુ-૨ ૪.૩૬ ટકા
ડેમી-૧ ૩.૩૩ ટકા
ડેમી-૨ ૨૪.૪૩ ટકા
ધોડાદ્રોઇ ૧૧.૯૬ ટકા
બંગાવડી ૨.૫૨ ટકા
બ્રાહ્મણી ૨૩.૯૮ ટકા
બ્રાહ્મણી-૨ ૪૪.૫૬ ટકા
મચ્છુ-૩ ૯૧.૨૬ ટકા
ડેમી-૩ ૨.૬૮ ટકા
જામનગર જિલ્લો
સસોઇ ૩૧.૨૩ ટકા
પન્ના ૩૭.૯૪ ટકા
ફુલઝર-૧ ૧૩.૨૨ ટકા
સપડા ૧૨.૧૫ ટકા
ફુલઝર-૨ ૧.૨૨ ટકા
વિજરખી ૩૦.૭૭ ટકા
ડાઇ મીણસર ૧૯.૯૦ ટકા
ફોફળ-૨ ૦.૭૬ ટકા
ઉંડ-૩ ૨૩.૯૨ ટકા
આજી-૪ ૦.૮૯ ટકા
રંગમતી ડ્રાય
ઉંડ-૧ ૨૬.૦૪ ટકા
કંકાવટી ૩.૦૮ ટકા
ઉંડ-૨ ૧.૪૮ ટકા
વાડીસંગ ૧૭.૩૪ ટકા
ફુલઝર કો.બા. ૨૮.૦૩ ટકા
રૂપાવટી ૦.૦૧ ટકા
રૂપારેલ ૨૦.૭૭ ટકા
ઉમિયાસાગર ૨૧.૭૩ ટકા
સસોઇ-૨ ૧૦.૬૬ ટકા
વગડીયા ૧૬.૪૭ ટકા
દ્વારકા જિલ્લો
સાની ડ્રાય
ઘી ૨૦.૨૯ ટકા
વર્તુ-૧ ૦.૩૫ ટકા
ગઢકી ૦.૦૧ ટકા
વર્તુ-૨ ૮.૧૯ ટકા
સોનમતી ૦.૨૪ ટકા
શેઢા ભાડથરી ૦.૧૭ ટકા
વેરાડી-૧ ૦.૯૯
સિંધણી ડ્રાય
કાબરકા ડ્રાય
વેરાડી-૨ ૩.૧૦ ફૂટ
મીણસાર (વાનાવડ) ૦.૯૪ ફૂટ
સુરેન્દ્રનગર જિલ્લો
વઢવાણ ભોગાવો-૧ (નાયકા) ૯.૮૧ ટકા
વઢવાણ ભોગાવો-૨ (ધોળી ધજા) ૯૧.૯૯ ટકા
લીંબડી ભોગાવો-૧ ૭.૧૪ ટકા
ફલકુ ૧.૯૭ ટકા
વાંસલ ૬૨.૨૫ ટકા
મોરસલ ડ્રાય
સબુરી ડ્રાય
ત્રિવેણી ઠાંગા ૫.૩૩ ટકા
લીંબડી ભોગાવો-૨ (વડોદ) ૨૯.૫૮ ટકા
નિમ્ભણી ડ્રાય
ધારી ૨.૯૨ ટકા
પોરબંદર જિલ્લો
સોરઠી ડેમ ૦.૧૭ ટકા
અમરેલી જિલ્લો
સાંકરોલી ૨૪.૩૬ ટકા
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપાકિસ્તાનની પોલ ખોલીને પરત ફરેલા પ્રતિનિધિમંડળના સભ્યોને મળ્યા PM મોદી
June 10, 2025 09:31 PMગુજરાતમાં કોરોનાના નવા 223 કેસ નોંધાયા, એક્ટિવ કેસ 1200ને પાર
June 10, 2025 09:19 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech