ઢોર સાઈડમાં લેવાનું કહેતા યુવકને પિતા-પુત્ર સહીતએ મારમાર્યો

  • June 06, 2025 03:49 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ખોરાણા રેલવે ફાટક પાસે ઢોર સાઈડમાં લેવા બાબતે યુવકને પિતા પુત્ર સહીત ત્રણ શખસોએ મારમારી ગાળો ભાંડીને જાતિ પ્રત્યે અપમાનિત કરતા યુવકે પિતા-પુત્ર સહીત ત્રણેય શખસો સામે કુવાડવા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.


પ્રાપ્ત વિગત મુજબ કુવાડવા રોડ પર ખોરાણા ગામે રહેતા ધર્મેશ પ્રેમજીભાઈ સોલંકી (ઉ.વ.40)એ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે હતું કે, ગઈકાલે

ખોરાણા ગામના ફાટક પાસે ઉભો હતો ત્યારે ગામમાં જ રહેતો જયેશ બટુકભાઈ હાડગરડા ઢોર લઈને નીકળો હતો. ફાટક ખુલતા જ જયેશને ઢોર સાઈડમાં લેવાનું કહેતા ઢોર સાઈડમાં નહીં રહે કહી બોલાચાલી કરવા લાગ્યો હતો. દરમિયાન તેના પિતા બટુકભાઈ તેજાભાઈ અને કૌટુંબિક ચના મલાભાઇ ત્યાં આવી ગયા હતા અને ત્રણેયએ ઝગડો કરી ગાળો આપી હતી. મેં ગાળો આપવાની ના પાડતા ઢીકાપાટુ અને લાકડી વડે મારમારી જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કર્યો હતો. યુવકની ફરિયાદ પરથી પોલીસે ત્રણેય શખ્સો સામે એટ્રોસિટી સહિતની કલમ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હઠળ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News