આંબાચોક માંથી લાઈટના અંજવાળે જાહેરમાં જુગાર રમતા પાંચ ઝડપાયા

  • June 02, 2025 04:39 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

શહેરના આંબાચોક વિસ્તારમાંથી લાઈટના અંજવાળે જાહેરમાં જુગાર રમી રહેલા પાંચ શખ્સોને  રોકડા  રૂ.૧૩,૨૬૦ નાં મુદ્દામાલ સાથે          ઝડપી લીધા હતા. 
 ભાવનગર એલ.સી.બી. પોલીસ સ્ટાફનાં માણસો ભાવનગર શહેર વિસ્તારમાં નાઇટ રાઉન્ડ પેટ્રોલીંગમાં હતાં.તે દરમ્યાન બાતમી મળેલ કે, ભાવનગર શહેરના  આંબા ચોક,નારેશ્વર મંદિર બાજુમાં જાહેરમાં લાઇટના અંજવાળે અમુક શખ્સો  કુંડાળુ વળી ગંજીપતાનાં પાનાં વડે હાથ-કાંપનો જુગાર રમે છે જે બાતમી અંગે રેઇડ કરતાં ગંજીપત્તાના પાના-પૈસા વડે હાર-જીતનો હાથકાંપનો જુગાર રમતાં  તોહિદ સલીમભાઇ મલેક (ઉ.વ.૩૬ રહે. યુનુસભાઇ ગાંઠીયાવાળાના મકાનમાં,નાની શેરી,વડવા, ભાવનગર), આશીફ રહીમભાઇ સૈયદ (ઉ.વ.૩૮ રહે.ગલી નં.૦૩,ખોજાવાડ, આંબાચોક, ભાવનગર), ઇમરાનભાઇ મહેબુબભાઇ દેખૈયા ઉ.વ.૩૨ રહે.ચંદ્રમહેલ ફલેટ, રબ્બર ફેકટરી, ભાવનગર), મોસીન ગફારભાઇ પઠાણ (ઉ.વ.૪૦ રહે.માળીનો ટેકરો, આંબાચોક,ભાવનગર) અને ફરહાન અફજલભાઇ રાંધનપુરી (ઉ.વ.૩૦ રહે.અમર પાન પાસે,કાઝીવાડનો ચોક, ખારગેટ,ભાવનગર)ને કુલ કિં.રૂ.૧૩,૨૬૦ના  મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા. આ કામગીરીમાં પોલીસ ઇન્સ. એ.આર.વાળાના માર્ગદર્શન હેઠળ સ્ટાફના વનરાજભાઇ ખુમાણ, જયદિપસિંહ ગોહિલ, કેવલભાઇ સાંગા અને માનદિપસિંહ ગોહિલ સહિતના જોડાયા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application