પોરબંદરના ધ્રુવાળા નજીક હાથબત્તીના અજવાળે જુગાર રમતા પાંચ ઇસમો ઝડપાયા છે.
કુતિયાણા પોલીસમથકના પોલીસ હેડકોન્સ્ટેબલ યશપાલસિંહવાળાએ એવી ફરિયાદ નોંધાવી છે કે ગત રાત્રે તેઓ અને પોલીસસ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હતા ત્યારે તેમને એવી માહિતી મળી હતી કે ધ્રુવાળા ગામથી ધણસેર ગામ જતા રસ્તે બાવળની કાટમાં કેટલાક ઇસમો ગંજીપત્તા વડે જુગાર રમી રહ્યા છે તેથી પોલીસે તાત્કાલિક ત્યાં જઇને રેડ પાડતા હાથબત્તીના અજવાળે ગોળકુંડાળુ વળીને પાંચ જેટલા ઇસમો જુગાર રમતા હતા જેમાં ધ્રુવાળાના વિઠ્ઠલ દેવાભાઇ ડાભી નામના ૬૫ વર્ષના વૃધ્ધ ઉપરાંત દિલીપ મેઘાભાઇ ડાભી, વિક્રમ કાનાભાઇ ચૌહાણ, હેલાબેલી ગામના રમેશ બધાભાઇ રાઠોડ અને જામજોધપુરના તરસાઇ ગામના હમીર દિલીપ મકવાણાની પોલીસે ધરપકડ કરી હતી અને ૧૨,૭૩૦ની રોકડ કબ્જે કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: દૈનિક કેસ 185 નોંધાયા, એક્ટિવ કેસ 1000ની નજીક પહોંચ્યા
June 08, 2025 08:08 PMગુજરાતમાં અકસ્માતોનો કાળો દિવસ: ત્રણ જુદા જુદા અકસ્માતમાં 6ના મોત
June 08, 2025 07:55 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech