જયુબેલીના હનુમાન મંદિર સામે સ્ટ્રીટ લાઇટના અજવાળે જુગાર રમતા પાંચ ઇસમો ઝડપાયા
૧૨૭૨૦ ની રોકડ અને ગંજીપત્તાના ૫૨ પાના પોલીસે કર્યા કબ્જે
આજકાલ પ્રતિનિધિ-પોરબંદર
પોરબંદરના જયુબેલી વિસ્તારમાં હનુમાન મંદિર સામે સ્ટ્રીટ લાઈટના અજવાળે રાત્રે ૧:૦૦ વાગ્યાના સુમારે જુગાર રમી રહેલા પાંચ ઈસમોને પોલીસે ૧૨,૭૨૦ ની રોકડ સાથે પકડી લીધા છે.
ઉદ્યોગનગર પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી,ત્યારે રાત્રિના સમયે એવી માહિતી મળી હતી કે,જયુબેલી ચાર રસ્તા નજીક હનુમાન મંદિર સામે સ્ટ્રીટ લાઇટના અંજવાળે કેટલાક માણસો જાહેરમાં જુગાર રમી રહ્યા છે,આથી પોલીસે તાત્કાલિક ત્યાં દરોડો પાડતા જયુબેલીના ચાર રસ્તા પાસે રહે તો દિપેશ પુષ્પકરાય જોશી, બોખીરામાં વણ સ્ટીલવાળી ગલીમાં રહેતો દેવા રાજુ ખુંટી, કસ્તુરબા સ્કુલની પાસે મહારાજ બાગ રોડ પર રહેતો જયેશ ભાયા ઓડેદરા જયુબેલીની સરકારી સ્કુલ પાસે રહેતો ઋત્વિક રાજેશ મજીઠીયા અને જયુબેલીની સુદામા પાર્ક સોસાયટી રામદેવપીરના દ્વારા પાસે રહેતો ચેતન દેવજી થાનકીને પોલીસે પકડીને ૧૨,૭૨૦ ની રોકડ તથા ગંજીપત્તાના ૫૨ પાના કબ્જે કર્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech