શહેરના સીદસર રોડ પરથી જાહેરમાં જુગાર રમી રહેલા ત્રણ મહિલા સહિત પાંચ શખ્સોને રોકડ રૂ.૨૦,૭૦૦ નાં મુદ્દામાલ સાથે એલસીબીએ ઝડપી લીડ હતા.
ભાવનગર એલ.સી.બી. પોલીસ સ્ટાફનાં માણસો ભાવનગર સીટી વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં.તે દરમ્યાન બાતમી મળેલ કે, ભાવનગર સીદસર રોડ, સ્પોર્ટસ કોમ્પલેક્ષની પાછળ, સ્વસ્તિક પાર્ક-૦૧ સોસાયટીના નાંકે, જાહેર જગ્યામાં અમુક શખ્સો ભેગા થઇ કુંડાળુ વળી ગંજીપતાનાં પાનાં પૈસા વડે હારજીતનો હાથકાપનો જુગાર રમે છે. જે મળેલ બાતમીઆધારે રેઇડ કરી ધર્મેંદ્ર કરશનભાઈ મકવાણા (ઉ.વ.૩૬ રહે. સીદસર વરતેજ રોડ, પુલની બાજુમાં, સાંઈનાથ પાનમાવાની દુકાન સામે ભાવનગર), વિજય મુળજીભાઈ દેગામા (ઉ.વ.૩૯ રહે. અલ્કા ટોકીઝ પાસે, મૌસમ હોટલની બાજુમાં, ભાવનગર), ભાવનાબેન ઈશ્વરભાઈ ગોવાનીયા (ઉ.વ.૩૫ રહે.પ્લોટ નં.૨૦, સ્વસ્તિક પાર્ક-૦૧, સ્પોર્ટસ કોમ્પલેક્ષની પાછળ, સીદસર રોડ, ભાવનગર), કિંજલબેન નિતીનભાઈ ભરતભાઈ ચૌહાણ (ઉ.વ.૨૮ રહે. ઈ/૬૦૮, પ્રધાનમંત્રી આવસ યોજના, મુખીની વાડીની બાજુમાં, ભાવનગર) અને મંજુબેન ધીરૂભાઈ ભીખાભાઈ મકવાણા (ઉ.વ.૫૦ રહે. ગઢેચી વડલા, પોલીસ સ્ટેશનની પાછળ, શેરી નં.૦૯, આવકાર ફલેટ, ભાવનગર)ને રોકડા રૂ.૨૦,૭૦૦નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો આ કામગીરીમાં પોલીસ ઇન્સ. એ.આર.વાળાના માર્ગદર્શન હેઠળ સ્ટાફના ઘનશ્યામભાઈ ગોહીલ, મહેંદ્રભાઈ ચૌહાણ, વિઠ્ઠલભાઈ બારૈયા, સાગરભાઈ જોગદીયા અને જાગૃતિબેન કુંચાલા સહિતના જોડાયા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech