પોરબંદર જિલ્લા પોલીસ વડા ભગીરથસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ આવનાર દિપાવલીના પર્વ નિમિત્તે માધવપુર પોલીસ દ્વારા પોલીસ સ્ટાફ સાથે હોમગાર્ડ,જી.આર.ડી.અને એસ.આર.ડી. ના જવાનોને સાથે રાખી માધવપુરના મુખ્ય માર્ગો ઉપર સલામતી વ્યવસ્થાના ભાગરૂપે ફુટ પેટ્રોલીંગ કરવામાં આવ્યુ હતુ.જેમાં ટ્રાફિકની સમસ્યા ઊભી ન થાય તેને લઇને અડચણપ વાહનો લારીવાળા તેમજ અન્ય ફેરીયાઓને દુર કરવામાં આવ્યા હતા. આ તકે શાંતિ સુરક્ષા અને સલામતી જળવાઈ રહે તેને લઈનેને માધવપુર ગ્રામજનોનો પણ પુરતો પ્રતિસાદ મળ્યો હતો. માધવપુર પી.એસ.આઇ ચુડાસમા તેમજ પોલીસ સ્ટાફ જવાનોનો ગ્રામજનોએ આભાર વ્યક્ત કર્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech