તાલુકાના મેરવદર ગામે છેડતી બાબતે બે પરિવારો વચ્ચે તલવાર ઉડતા ૪ લોકો ઘાયલ થયા શહેરની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. ઘટનાની જાણ થતા જ સરપચં સહિતના લોકો દોડી આવ્યા હતાં.
મળતી માહીતી મુજબ તાલુકાના મેરવદર ગામે ગત સાંજે ૮–૩૦ વાગ્યા ગામના ચોરા પાસે રહેતા પ્રમોદ મોહનભાઇ ઉમરેટીયાની સગીર વયની દીકરી બહાર બેઠી હતી ત્યારે આરોપી ત્યાંથી પસાર થતાં તેણે દીકરીની છેડતી કરતા દીકરીએ રાડારાડ કરતા ઘરમાં રહેલા દીકરીના પિતા, કાકા તેમજ તેમની બહેન ઘરની બહાર દોડી આવતા છેડતી બાબતે બોલાચાલી થતાં આરોપીઓ પ્રવિણ ધડુક, ગોપાલ ધડુક અને મેરખી હમીર ગઢે તલવારથી હત્પમલો કરતા હત્પમલામાં પ્રમોદ ઉમરેટીયા અને તેના ભાઇ અશોક ઉમરેટીયા તેમજ બંનેની સગીર દીકરીઓને તલવારના આડેધડ ઘા મારતા પ્રમોદ ઉમરેટીયાને માથામાં, તેમની સગીર દીકરીને પણ માથામાં ઘા મારેલા હતાં. જયારે તેમની સગીર ભત્રીજીનું બાવડુ પકડી હાથમાં ઇજા કરી હતી. ઘટનાની જાણ થતાં જ સરપચં સંજય કરડાણી ઘટના સ્થળે દોડી જઇ ઘવાયેલાઓને શહેરની ખાનગી ક્રિષ્ના હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં. હોસ્પિટલના બીછાનેથી ઘવાયેલા દર્દીઓએ જણાવેલ કે ત્રણેય આરોપીઓ અમોને મારી નાખવાની તૈયારી કરીને જ આવ્યા હોય તેમ રાડો નાખીને કહેતા હતાં કે આજે તો તમો બચી ગયા છો, બધા ભેગા થઇ ગયા છે એટલે પણ હવે તમને પૂરા કરી નાખવા છે. જયારે હોસ્પિટલે ગ્રામજનો જણાવેલ કે આરોપી દ્રારા અનેક વખત ગામને બાનમાં લઇ ભયનો માહોલ ઉભો કરી રહ્યા છે. આરોપીની દાદાગીરીને કારણે ગામમાં ઝગડા થાય છે.
આરોપી ભૂતકાળમાં મારામારી અને દારૂના ધંધામાં પણ પોલીસ ચોપડે ચડી ચૂકયા છે ત્યારે આરોપી સામે આકરી કાર્યવાહી કરવા ગ્રામજનોએ માગ ઉઠાવી છે. આરોપી સામે આકરી કાર્યવાહી નહી કરવામાં આવે તો આગામી દિવસોમાં ગામ બંધ, ધરણા અને કચેરીના ઘેરાવો જેવા આંદોલનો કરવામાં આવશે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech