પડધરી પોલીસે રાત્રિના ડોડી નદીના કાંઠે ખુલ્લા પટમાં ચાલી રહેલી જુગારની મહેફિલ પર દરોડો પાડ્યો હતો પોલીસને જોતા જ અહીં નાશભાગ મચી ગઈ હતી. પોલીસે અહીંથી જુગાર રમતા બે શખસોને ઝડપી લીધા હતા જ્યારે પાંચ શખસો નાસી છુટયા હતા. પોલીસે પકડાયેલા શખસો પાસેથી રોકડ રૂપિયા અને મોબાઈલ સહિત ૧૨,૩૦૦ નો મુદ્દામાલ કબજે કરી નાસી ગયેલા અન્ય પાંચ શખસોને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.
જુગારના આ દરોડાની જાણવા મળતી વિગતો મુજબ, પડધરી પોલીસ મથકનો સ્ટાફ રાત્રિના પેટ્રોલિંગમાં હતો દરમિયાન એવી બાતમી મળી હતી કે, અહીં ડોડી નદીના કાંઠે સ્મશાન પાસે ખુલ્લા પટમાં કેટલાક શખસો જુગાર રમી રહ્યા છે. આ બાતમીના આધારે પોલીસની ટીમ અહીં પહોંચી હતી પોલીસને જોતા જ અહીં જુગારીઓમાં નાશભાગ મચી ગઈ હતી પોલીસે અહીંથી જુગાર રમતા જીગ્નેશગીરી દયાલગીરી ગોસાઈ(ઉ.વ ૪૦) અને કૌશિક ચનાભાઈ પરમાર(ઉ.વ ૨૮ રહે. બંને. પડધરી)ને ઝડપી લીધા હતા.પોલીસે આરોપી પાસેથી રૂ.૧૦,૩૦૦ રોકડ બે મોબાઈલ ફોન સહિત ૧૨,૩૦૦ મુદામાલ કબજે કર્યો હતો.
ઝડપાયેલા બંને આરોપીઓની પુછતાછ કરતા નાસી ગયેલા શખસોમાં મુન્ના ડાયાભાઈ ડોડીયા, પ્રકાશ હકાભાઇ બાંભવા, સંજય રામજીભાઈ બાંભવા, એજાજ હુસેનભાઇ દલ અને સચિન શાંતિલાલ પરમાર હોવાનું માલુમ પડ્યું હતું. જેથી પોલીસે આ પાંચેય શખસોને ઝડપી લેવા માટે તપાસ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationદેવગણાના શહીદ મેહુલભાઈને crpfના ડી.જી.પી. જ્ઞાનેન્દ્ર પ્રસાદસિંહે શ્રદ્ધાંજલિ અર્પણ કરી
June 09, 2025 03:25 PMમોટાખુંટવડા ગામે જાહેરમાં જુગાર રમી રહેલા પાંચ શખ્સો ઝડપાયા
June 09, 2025 03:23 PMભંડારીયા ગામે લાઈટના અંજવાળે જુગાર રમતા પાંચ શખ્સો ઝડપાયા
June 09, 2025 03:22 PMમહાપાલિકા દ્વારા શહેરના આઠ સ્થળેથી જન્મ-મરણના પ્રમાણપત્ર કાઢી આપવાનો પ્રારંભ
June 09, 2025 03:21 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech