મહુવાના મોટખુટવડા ગામે જાહેરમાં જુગાર રમી રહેલા પાંચ શખ્સોને રોકડ રૂ.૨૦,૪૦૦ નાં મુદ્દામાલ સાથે એલસીબીએ ઝડપી લીધા હતા.
ભાવનગર એલ.સી.બી. પોલીસ સ્ટાફનાં માણસો ભાવનગર,ખુંટવડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં.તે દરમ્યાન બાતમી મળેલ કે, મોટા ખુંટવડા ગામે બજરંગ પરા વિસ્તાર જાનકીદાસ ગોડલીયાના વાડા પાસે આવેલ ખુલ્લી પડતર જગ્યામાં અમુક કુંડાળુ વળી પૈસા પાના વડે તીન પત્તીનો હાર જીતનો જુગાર રમે છે.જે બાતમી અંગે રેઇડ કરી ગંજીપત્તાના પાના-પૈસા વડે હાર-જીતનો તીનપત્તીનો જુગાર રમતાં પરાગપરી જયસુખપરી ગૌસ્વામી (ઉ.વ.૨૭ ધંધો-મજુરી ભાવેશપરી મનસુખપરી ગૌસ્વામી ઉ.વ.૨૫ ધંધો-ખેતીકામ),વિજય બટુકભાઇ પરમાર (ઉ.વ.૨૫ ધંધો-મજુરી), રાજુ બટુકભાઇ પરમાર (ઉ.વ.૨૬ ધંધો-મજુરી)અને દેવાંગગીરી ગોપાલગીરી ગૌસ્વામી (ઉ.વ.૩૩ ધંધો-ખેતી રહે,તમામ મોટા ખુટવડા તા.મહુવા જી.ભાવનગર)ને ગંજીપત્તાના પાના તેમજ રોકડ મળી કુલ કિં.રૂ.૨૦,૪૦૦નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
આ કામગીરીમાં પોલીસ ઇન્સ. એ.આર.વાળાના માર્ગદર્શન હેઠળ સ્ટાફના અરવિંદભાઇ બારૈયા, તરૂણભાઇ નાંદવા તેમજ પ્રવિણભાઇ ગળસર સહિતના જોડાયા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપાકિસ્તાનની પોલ ખોલીને પરત ફરેલા પ્રતિનિધિમંડળના સભ્યોને મળ્યા PM મોદી
June 10, 2025 09:31 PMગુજરાતમાં કોરોનાના નવા 223 કેસ નોંધાયા, એક્ટિવ કેસ 1200ને પાર
June 10, 2025 09:19 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech