લેબનોનની રાજધાની બેરૂતમાં ગઈકાલે થયેલા શ્રેણીબદ્ધ પેજર વિસ્ફોટ બાદ હિઝબુલ્લાએ ઈઝરાયેલ પાસેથી બદલો લેવાની ધમકી આપી છે. હિઝબુલ્લાએ ઈઝરાયેલ પર વિસ્ફોટોનો આરોપ લગાવ્યો છે. જો કે ઈઝરાયેલ તરફથી હજુ સુધી આ અંગે કોઈ નિવેદન બહાર પાડવામાં આવ્યું નથી. હુમલામાં ઈરાનના રાજદૂત પણ ઘાયલ થયા છે. ત્યારે ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે પહેલેથી જ વધી રહેલો તણાવ વધવાની શક્યતા છે.
1. હિઝબુલ્લાએ ચેતવણી આપી છે કે ઈઝરાયેલને પરિણામ ભોગવવા પડશે. લેબનોનમાં થયેલા શ્રેણીબદ્ધ વિસ્ફોટોમાં લગભગ ત્રણ હજાર લોકો ઘાયલ થયા છે અને નવના મોત થયા છે. હિઝબુલ્લાએ ઈઝરાયેલની કથિત કાર્યવાહીને ઉશ્કેરણીજનક ગણાવી અને પરિણામ ભોગવવા તૈયાર રહેવાની ધમકી આપી.
2. હિઝબુલ્લાહે કહ્યું છે કે તેના બે સભ્યો વિસ્ફોટોમાં માર્યા ગયા હતા અને મૃતકોમાં એક યુવતી પણ સામેલ હતી.
3. લેબનોનના સ્વાસ્થ્ય મંત્રી ફિરાસ આબેદે કહ્યું છે કે 2800 લોકો ઘાયલ થયા છે અને તેમાંથી ઘણાની હાલત ગંભીર છે. મોટાભાગના લોકોને મોં, હાથ અને પેટમાં ઈજાઓ થઈ હતી.
4. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, લેબનોનમાં ઈરાનના રાજદૂત પણ પેજર બ્લાસ્ટમાં ઘાયલ થયા છે. જોકે તેની હાલત ગંભીર નથી. ઈરાનના વિદેશ મંત્રીએ પણ આ અંગે લેબનોનના વિદેશ મંત્રી સાથે ટેલિફોન પર વાત કરી અને રાજદૂતના સ્વાસ્થ્ય વિશે પૂછપરછ કરી.
5. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ઇઝરાયેલની ગુપ્તચર સંસ્થા મોસાદે આ હુમલો કર્યો હતો. લેબનીઝ સુરક્ષા અધિકારીઓનું કહેવું છે કે મોસાદે તેમના ઉત્પાદન દરમિયાન તાઈવાનમાં બનેલા પેજર્સમાં ગુપ્ત વિસ્ફોટક પ્લાન્ટ કર્યો હતો. આ વિસ્ફોટકો પેજરની બેટરી પાસે લગાવવામાં આવ્યો હતો, આ વિસ્ફોટકો કોડ દાખલ કરતાની સાથે જ વિસ્ફોટ થયો હતો અને તેની અસરથી બેટરી પણ ફાટી ગઈ હતી.
6. યુએસએ પેજર વિસ્ફોટોની અજ્ઞાનતાનો દાવો કર્યો હતો અને કહ્યું હતું કે તેને આ ઘટનાની કોઈ જાણકારી નથી અને તેની સાથે તેને કોઈ લેવાદેવા નથી.
7. લેબનોનમાં હુમલા એવા સમયે થયા છે. જ્યારે ઈઝરાયેલે લેબનોનમાં હિઝબુલ્લા વિરુદ્ધ હુમલાની જાહેરાત કરી છે. હિઝબુલ્લાહ ગાઝા યુદ્ધની શરૂઆતથી જ હમાસને સમર્થન આપી રહ્યું છે અને ઈઝરાયેલ પર રોકેટ હુમલા કરી રહ્યું છે. ઈઝરાયેલ પણ હિઝબુલ્લાહના હુમલાનો જવાબ આપી રહ્યું છે.
8. તેહરાનમાં હમાસ ચીફ ઈસ્માઈલ હાનિયાની હત્યા બાદ ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે તણાવ ચરમ પર છે. બેરૂતમાં પેજર બ્લાસ્ટમાં ઈરાનના રાજદૂત પણ ઘાયલ થયા છે. ઈરાને પણ ઈઝરાયેલ પર આ હુમલાનો આરોપ લગાવ્યો છે. ત્યારે આશંકા છે કે આ પછી ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે તણાવ વધી ગયો છે. ઈરાન પણ હિઝબુલ્લાહને સમર્થન આપે છે. ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે સંઘર્ષ ચાલી રહ્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationશુભાંશુ શુક્લા અવકાશનો તાગ મેળવવા કાલે ઉડાન ભરશે:એક્સિઓમ મિશનનું કાઉન્ટ ડાઉન શરુ
June 09, 2025 10:21 AMયાત્રાધામ દ્વારકાના ગોમતી નદીમાં ઘાટ પર સાવચેતીપુર્વક સ્નાન કરવા તંત્રની અપીલ
June 09, 2025 10:20 AMદ્વારકામાં શીરદર્દસમો ટ્રાફિક સમસ્યા ઉકેલવા આયોજન
June 09, 2025 10:16 AMલોસ એન્જલસમાં હિંસાની આગ વધુ ભડકી, શા માટે વિરોધ?
June 09, 2025 10:10 AMદ્વારકા પીજીવીસીએલના બે ડીવીઝનમાં કાયમી સ્ટાફની નિમણૂંક કરવા માંગ
June 09, 2025 10:08 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech