ગંભીર રીતે ઘવાયેલા વ્યક્તિઓને ગોલ્ડન અવરમાં હોસ્પિટલ સુધી પહોંચાડનારને સન્માનિત કરો્ તેમ કલેક્ટર ડો.મનિષ કુમાર બંસલે તેમના અધ્યક્ષસ્થાને જિલ્લા કલેક્ટર કચેરી ખાતે મળેલી રોડ સેફ્ટી કાઉન્સિલની બેઠકમાં જણાવ્યુ હતુ.
આ બેઠકમાં જિલ્લા કલેક્ટરએ સુચનો કરતાં જણાવ્યું કે, હાઈવે પર આવેલી હોટલો અને પેટ્રોલ પંપ, સ્કૂલ-કોલેજ વાળા રસ્તા,લોકોની સતત અવરજવર રહેતી હોય તેવી તમામ જગ્યાઓએ સ્પીડ બ્રેકર લગાવવાની સુચના આપી હતી તેમજ રોડ સેફ્ટી અંગે્ લોકોમાં જાગૃતિ આવે તે માટે જનજાગૃતિના કાર્યક્રમો યોજવા પર સવિશેષ ભાર મુક્યો હતો. જિલ્લામાં માર્ગ અકસ્માતનાં બનાવો ન બને તે પ્રકારનું આયોજન કરવાની સાથે માર્ગ અકસ્માતોમાં ગંભીર રીતે ઘવાયેલા વ્યક્તિઓને ગોલ્ડન અવરમાં હોસ્પિટલ/ટ્રોમા-કેર સેન્ટરમાં પહોંચાડનાર મદદગાર વ્યક્તિને "જભવયળય રજ્ઞિ ૠફિક્ષિં જ્ઞર ઊફમિ જ્ઞિં વિંય ૠજ્ઞજ્ઞમ જફળફશિફિંક્ષ" એવોર્ડથી સન્માનિત કરવા જરૂરી સુચનો સાથે માર્ગદર્શન પુરૂ પાડ્યું હતું. આર. ટી.ઓ. ઓફિસરએ સંબંધિત વિભાગો દ્વારા કરેલ કામગીરીના અહેવાલ અંગે ચર્ચા કરી હતી. આ બેઠકમાં જિલ્લા પોલીસ અધિક્ષક ડો.હર્ષદ પટેલ, મદદનીશ કલેકટર પ્રતિભા દહીયા, નિવાસી અધિક કલેકટર એન.ડી.ગોવાણી સહિત સંબંધિત અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech