હાલ સમગ્ર દેશમાં કાતિલ ઠંડી પડી રહી છે. જે અનુસંધાને આજરોજ આઇ લવ સલાયા ગ્રુપ દ્વારા અગાઉ એક જાહેરાત કરી હતી કે જે પરિવાર પાસે ગરમ કપડાં ટૂંકા થઈ ગયા હોઈ અથવા જરૂરિયાત નાં હોઈ એવા બધા કપડા અમો તમારી પાસે થી લઇ જશું અને જરૂરિયાત મંદ લોકોને પહોચાડશું. જે બાદ 70 જોડી જેટલા ગરમ તથા અન્ય સારી કન્ડીશન ધરાવતા કપડાં આં ગ્રુપ પાસે એકઠા થઈ ગયા હોઈ આજરોજ સ્લમ વિસ્તારમાં જઇ અને જરૂરીયાત મુજબ જે લોકોને કપડાંની જરૂર હતી તેવા નાના મોટા સહુને આં કપડાંનું વિતરણ કરવામાં આવ્યું હતું. અને 70 જેટલા લોકોને આં કપડાં મળતા હાલ ઠંડીમાં ઘણી રાહત મળતા એમના ચહેરા પર પણ સ્મિત છવાયું હતું. આમ આં આઇ લવ સલાયા ગ્રુપની અનોખી પહેલને ભારે આવકાર મળ્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech