આધુનિક યુગમાં મોબાઈલ ફોન લોકોની ખૂબ જ મહત્વની જરૂરિયાત બની ગઈ છે. આજકાલ મોટાથી લયને બાળકોને ફોન વગર ચાલતું નથી.મોબાઈલ ફોન પોતાની સાથે અનેક સુવિધાઓ લઈને આવે છે. જે લોકોના જીવનને વધુ સરળ બનાવે છે. પરંતુ તે જ ફોન તેની સાથે કેટલાક જોખમો પણ ઉભા કરે છે.
મોબાઈલ ફોનની બેટરી બ્લાસ્ટ થવી
ફોનના કેટલાક જોખમો એટલા ખતરનાક હોય છે કે તે સામાન્ય લોકોનો જીવ પણ લઈ શકે છે. ફોનની આવી જ એક ધટના ભારતની રાજધાની દિલ્હીને અડીને આવેલા શહેર ગ્રેટર નોઈડામાં જોવા મળી છે.
ગ્રેટર નોઈડામાં રહેતા 15 વર્ષના છોકરાના હાથમાં મોબાઈલ ફોનની બેટરી બ્લાસ્ટ થયી, જેના કારણે તેના હાથને ગંભીર ઈજા થઈ હતી. આ ધટના ગ્રેટર નોઈડાની છે, જ્યાં એક જૂના મોબાઈલની બેટરીમાં અચાનક વિસ્ફોટ થયો, જેના કારણે એક બાળક ગંભીર રીતે ઘાયલ થઈ ગયું.
અચાનક જ બેટરીમાં વિસ્ફોટ
બાળકની ઉંમર માત્ર 15 વર્ષ છે. જે મોબાઈલ ફોનમાં બ્લાસ્ટ થયો હતો તેની બેટરીમાં એક દિવસ પહેલા જ નવી બેટરી લગાવવામાં આવી હતી. બીજા દિવસે બાળક મોબાઈલ ફોનની જૂની બેટરી ડસ્ટબીનમાં ફેંકવા જતો હતો ત્યારે બાળકના હાથમાં જૂની બેટરી વિસ્ફોટ ગઈ હતી.
જેના કારણે બાળકના હાથમાં ગંભીર ઈજા થઈ હતી. જો કે આ બેટરી કયા ફોનની છે તે અંગે હજુ સુધી કોઈ માહિતી મળી નથી, પરંતુ વિસ્ફોટ થયેલ બેટરીની તસવીર જોઈને લાગે છે કે આ બેટરી કોઈ ફીચર ફોનની હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationબીસીજી દ્વારા 41 ધારાશાસ્ત્રીઓ માટે રૂ. 14. 40 લાખની માંદગી સહાય મંજુર
June 09, 2025 02:37 PMખાનગી બસ પલટી જવાના અકસ્માતમાં ૯૩ લાખ વળતર ચૂકવવાનો હુકમ કરાયો
June 09, 2025 02:33 PMરાણાવાવની સરકારી હોસ્પિટલે ડાયાલીસીસની કામગીરી અંતે થઇ શરૂ
June 09, 2025 02:32 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech