ખોટી જીવનશૈલી અને અસંતુલિત આહારથી લોકોનું વજન ઝડપથી વધે છે વધતી જતી સ્થૂળતાને કારણે અનેક બીમારીઓ પણ શરીર પર અસર કરી રહી છે. આવી સ્થિતિમાં લોકો વજન ઘટાડવા માટે ડાયટ અને એક્સરસાઇઝ પર ધ્યાન આપે છે. તે ધ્યાનમાં રાખવું જોઈએ કે માત્ર આહાર પર ધ્યાન કેન્દ્રિત કરીને અથવા ભોજન છોડી દેવાથી વજન ઘટાડી શકાતું નથી, વજન ઘટાડવા માટે યોગ્ય આહારની સાથે યોગ્ય કસરત પણ મહત્વપૂર્ણ છે.
જો કેટલાક લોકો ઝડપથી વજન ઘટાડવા માંગતા હોય તો સામાન્ય કસરતને બદલે હાઈ ઈન્ટેન્સિટી એક્સરસાઇઝ પર ધ્યાન આપવું જરૂરી બની જાય છે. કેલરી ઝડપથી બર્ન કરવા માટે કઠીન કસરતો ખૂબ અસરકારક સાબિત થાય છે. કેટલીક હાઈ ઈન્ટેન્સિટી એક્સરસાઇઝ છે જેની મદદથી તમે માત્ર દસ દિવસમાં ત્રણ કિલો વજન ઘટાડી શકો છો.
બર્પી
તે માત્ર ઝડપી વજન ઘટાડવામાં જ મદદ કરશે નહીં પરંતુ તમારા શરીરને યોગ્ય આકારમાં લાવશે અને તમારી રોગપ્રતિકારક શક્તિમાં પણ સુધારો કરશે. બર્પી એ એક જાપાનીઝ વર્કઆઉટ છે જે ચરબીને ઝડપથી ઓગળે છે અને શરીરને ટોન કરે છે. નિયમિત રીતે કસરત કરવાથી ખભાથી લઈને હાથ સુધી શરીરના દરેક ભાગની માંસપેશીઓ સક્રિય થઈ જાય છે અને ચરબી ઓછી થવા લાગે છે. બર્પી કરવાથી દર મિનિટે 10 કેલરી બર્ન થાય છે.
માઉન્નટેન ક્લ્યામ્બીગ
જો ઘટાડવાની સાથે એબ્સ બનાવવા માંગો છો, તો આ કસરત પરફેક્ટ છે, તેને કાર્ડિયો ઇન્ટેન્સિવ એક્સરસાઇઝ કહેવામાં આવે છે,આ એક્સરસાઇઝ વજન ઘટાડવાની સાથે સાથે તે શરીરને આકારમાં પણ લાવે છે.
જમ્પ સ્ક્વોટ
જમ્પ સ્ક્વોટ્સના માત્ર ત્રણ સેટ તમારું વજન ઘટાડવામાં ખૂબ મદદરૂપ સાબિત થશે. આમાં વ્યક્તિ પગ. ઘૂંટણ અને જાંઘના સ્નાયુઓ પર તાણ આવે છે અને સ્નાયુઓ મજબૂત બને છે.
હાઈની
હાઈની ખૂબ જ સરળ લાગે છે પરંતુ તે ચરબી ઘટાડવામાં ખૂબ અસરકારક માનવામાં આવે છે. આમાં હાથ આગળ રાખીને દરેક પગને ઘૂંટણ સુધી ઉંચો કરવાનો હોય છે. જેના કારણે પેટની ચરબી ઝડપથી ઘટે છે અને કેલેરી બર્ન થવા લાગે છે.
સાયકલ ક્રન્ચ
આ એક્સરસાઇઝ ચરબી ઝડપથી બર્ન કરે છે અને શરીરને ટોન કરે છે. ખાસ કરીને લોઅર એબ્સ અને અપર એબ્સ બનાવવા માટે, સાયકલ ક્રન્ચ્સ ખૂબ અસરકારક સાબિત થઈ શકે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationક્યુંકી...ના તુલસી અને મિહિર કરશે શાનદાર કમબેક
June 09, 2025 12:17 PMદોસાંઝની 'સરદારજી 3'માં હાનિયા આમિરને લોકોએ શોધી જ લીધી
June 09, 2025 12:15 PMએટલી અને અલ્લુ અર્જુન સાથે ફિલ્મ કરી રહેલી દીપિકાની એઆઈ ઈમેજ સામે આવી
June 09, 2025 12:14 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech