રાજ્યના ડીજીપી દ્વારા રાજ્યના કુખ્યાત અસામાજીક તત્વોની યાદી બનાવી જિલ્લાના તમામ પોલીસ વિભાગને ગુંડાઓ વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવાના આદેશો અપાયા હતા. જેના પગલે ભાવનગર જિલ્લાની પોલીસ દ્વારા પણ કાર્યવાહી કરવામાં આવી રહી છે. અને ભાવનગર પોલીસ દ્વારા વીજ કંપનીના કર્મચારીઓને સાથે રાખી પાલિતાણામાં વસાવટ વસાવટ કરતા કરતા બે અસામાજીક તત્વોના ઘરે ગેરકાયેદસર વીજ જોડાણ મળી આવતા, વીજ જોડાણ કાપી કાર્યવાહી કરવામાં આવી હતી.
રાજ્યના ડીજીપી વિકાસ સહાયે આપેલા આદેશ બાદ ભાવનગર જિલ્લાની પોલીસ દ્વારા જિલ્લામાં રહેતા ૯૦ અસામાજીક તત્વોની યાદી બનાવી હોવાનું પોલીસે જણાવ્યું હતું. જે બાદ ભાવનગર પોલીસે પાલિતાણાના અસામાજીક તત્વો વિરુદ્ધ કાર્યવાહી શરૂ કરી હતી.જેમાં પાલિતાણામાં પોલીસે વીજ કંપનીના કર્મચારીઓને સાથે રાખી આઠ શખ્સોના ઘરે તપાસ હાથ ધરી હતી જે પૈકી લાલા ભોપાભાઈ રાઠોડ (રહે. સર્વોદય સોસાયટી, ભરવાડ શેરી) અને લાલો ઉર્ફે શેફર્ડ દાઢી દેવાભાઈ પરમાર (રહે. નજરબાગ, નેસડામાં, પાલિતાણા)ના ઘરે ગેરકાયદેસર વીજ જોડાણ મળી આવતા અધિકારીઓ દ્વારા મીટર ઉતારી કાર્યવાહી કરવામાં આવી હતી.પાલિતાણામાં અસામાજિક તત્વોના પોલીસ દ્વારા ગેરકાયદેસર વીજ જોડાણો કાપી નાખવામાં આવતા ફફડાટ ફેલાયો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech