વન રક્ષકની ભરતીમાં શારીરિક કસોટીની તારીખો જાહેર કરાઈ છે. નોંધનીય છે કે ૫ ઓકટોબરથી ૮ ઓકટોબર આ પરીક્ષા કસોટી યોજાશે. જોકે, ખાસ વાત એ છે કે ૮૨૩ જગ્યાઓ માટે આ શારીરિક કસોટી યોજાશે.વન રક્ષકની ભરતીમાં શારીરિક કસોટી માટે ૨૫ ગણા ઉમેદવારોને બોલાવવાનો નિર્ણય કરાયો હતો. અગાઉ આ રેસિયો ૧૦ગણા ઉમેદવાર માટેનો હતો.આજે સાજે પાંચ વાગ્યા પછી કોલલેટર ડાઉન લોડ કરી શકાશે.
જિલ્લ ા વાઇઝકેટેગરીવાઇઝ મેરીટના ધોરણે લાયક ઠરેલા ઉમેદવારોની એપ્લાઇડ કેટેગરી તથા ટ્રીટેડ કેટેગરી સાથેના રોલનંબર પ્રમાણેની યાદી તથા જિલ્લ ાવાઇઝ કટઓફ માર્કસની શારીરિક ક્ષમતા કસોટી માટે લાયક ઠરેલા ૨૫ ગણા ઉમેદવારોની યાદી આ સાથે પ્રસિદ્ધ કરવામાં આવી હતી.
આ પરીક્ષા માટે ગ્રાઉન્ડ ગાંધીનગર, પંચમહાલ, સુરત અને જૂનાગઢમાં આયોજન કરાયું છે.
જાહેર નોટિસ મુજબ શારિરી કસોટી ૦૫ થી ૦૮ ઓકટોબર, ૨૦૨૪ દરમિયાન યોજાશે. પરીક્ષાનો સમય સવારે ૫ થી ૧૦ વાગ્યા સુધીનો રહેશે. જે ઉમેદવાર શારિરીક ક્ષમતા કસોટીમાં ઉપસ્થિત નહીં રહે તેઓને બીજી તક આપવામાં નહીં આવે. આ સિવાય તેમની ઉમેદવારી પણ રદ થશે. નોટિસમાં ઉત્તર ગુજરાત (ગાંધીનગર), મધ્ય ગુજરાત (વડોદરા), દક્ષિણ ગુજરાત (સુરત) અને સૌરાષ્ટ્ર્ર (જુનાગઢ) વિસ્તાર માટે શારિરીક ક્ષમતા કસોટી માટેની તારીખ અને સમય તથા પરીક્ષા સ્થળની માહિતી આપવામાં આવી છે. સાથે જ ઉમેદવારોને વધુ વિગત માટે ઋજજજઇની સતાવાર વેબસાઈટ વિંિંા રજ્ઞયિતતિં.લીષફફિ.િંલજ્ઞદ.શક્ષ અને વિંિંાત:જ્ઞષફત.લીષફફિ.િંલજ્ઞદ.શક્ષની મુલાકાત લેવા જણાવવામા આવયુ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: દૈનિક કેસ 185 નોંધાયા, એક્ટિવ કેસ 1000ની નજીક પહોંચ્યા
June 08, 2025 08:08 PMગુજરાતમાં અકસ્માતોનો કાળો દિવસ: ત્રણ જુદા જુદા અકસ્માતમાં 6ના મોત
June 08, 2025 07:55 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech